________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો. ]
મહીપાળનું પરાક્રમ. વાની પેઠે ઉલટ તે યક્ષ ક્રોધથી વધારે પ્રજવલિત થે. પછી હોઠને ફડફડાવવાથી અને ભ્રકુટી ચડાવવાથી ભયંકર લાગતો તે યક્ષ જાણે હૃદયગત ક્રોધને બહાર કાઢતો હોય તેમ રાજકુમારને કહેવા લાગે, “હે કપટી ! તારામાં અન્ય શરણહિત ધર્મ છે તેથી પ્રથમ મારી સાથે યુદ્ધ કર, હું તારા ધર્મનું મહાભ્ય તે જોઉં.” એમ કહી પ્રાણીઓના હર્ષને નાશ કરનાર મુર હાથમાં લઈને તે યક્ષ રાજકુમારની ઉપર કાલની પેઠે દોડ્યો. તેને આવતો જોઈ મહાબાહુકુમાર વિદ્યાથી પવિત્ર થએલું ખર્શ લઈને ક્રોધવડે યુદ્ધ કરવા તેની સામે આવ્યો. મોટા મલ્લ જેવા મોટા બાહુવાળા, મહાઉત અને મહાપરાક્રમી એવા તે બન્નેનું મોટું યુદ્ધ ચાલ્યું; તેઓને યુદ્ધ કરતા જોઈ વનદેવીઓને કૌતુક થયું. પરસ્પર યુદ્ધ કરતાં મહાબલીષ્ટ એવા તેઓ કોઈ વખતે આકાશમાં ફાળ મારતા, કોઈ વખતે પૃથ્વી ઉપર રહેતા અને કેાઈ વખત વિચિત્ર રીતે ક્રમણ કરતા હતા. શક્તિ, મુગર અને ખગ્નવડે પરસ્પર વારંવાર પ્રહાર કરતા તેઓ મોટા મલ્લની પેઠે જાણે ક્રીડા કરતા હોય તેમ જણાતા હતા. મહાપરાક્રમી મલ્લની પેઠે મુષ્ટામુષ્ટિ યુદ્ધ કરતા તેઓ પગના પડઘાથી પૃથ્વીને કંપાવતા હતા. એક પડ પડતો બીજાને પાડે છે અને પડનાર પાછો તેને પાડે છે, એવી રીતે પરસ્પર પડતા અને પાડતા તે બન્ને ક્રિીડા કરતા હતા. આ પ્રમાણે યુદ્ધ કરતાં બલવા યક્ષના ઘાતથી રાજકુમાર જર્જરીત થઈ ગયો એટલે ક્રોધથી તેણે પદ્ગવિદ્યાનું સમરણ કર્યું તત્કાળ પડ્ઝ હાથમાં આવ્યું. યક્ષને મારવાની ઇચ્છાથી તે ખડ્ઝ મ્યાનમાંથી બાહર કાઢયું, તે વખતે જાણે પ્રત્યક્ષ કે પાગ્નિ હોય તેમ તેમાંથી બધી તરફથી જવાળાની પંક્તિઓ નીકળવા માંડી, તણખાની શ્રેણીઓ છુટવા લાગી અને તત શબ્દ થવા લાગ્યા. એવું ભયંકર ખત્રે જોઈ યક્ષ ભયભીત થઈ ક્ષોભ પામવા લાગ્યું. તેને ભય પામેલો જોઈ રાજકુમારે કહ્યું “હે યક્ષ! મારા ક્રોધથી તારું દેવપણું કેમ છોડી દે છે? કદી તને આ ખર્શથી ભય થવાને હેતે હવે મારા ચરણકમળની સેવા કર, હિંસાને છોડી દયાને ધારણ કરી અને સ્વસંપત્તિની પ્રાપ્તિને માટે સર્વ જીવ ઉપર સમતા રાખ”. રાજકુમારનું આવું પ્રબલ શૌર્ય જોઈને અને તેના વાક્યની આવી પ્રબલ ધીરતા સાંભળીને યક્ષ પોતાના ચિત્તમાં ચમત્કાર પામી કહેવા લાગ્યું “હે વીર ! વર માગ, તે મને જીતી લીધો છે. હે સુચન ! તારા જે આ પૃથ્વી ઉપર બીજે કોઈ વીર નથી. વળી ધર્મથી સર્વત્ર જય થાય છે એવું તમે જે કહ્યું હતું તે સત્ય છે; કારણ કે હું હિંસા કરનાર છું અને તમે સર્વને અભય આપનારા છે તેથી જ તમારો જ થયો છે. યક્ષનાં આવાં વચન સાંભળી કુમારના નેત્ર વિકાશ
For Private and Personal Use Only