________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાસ્ય.
[ સર્ગ ૨ જો. ત્યારે જે જિનેંદ્ર ભગવંતને સ્વાભાવિક રીતે સંભાર્યા હેય, અવલેક્યા હેય, કીવર્તન કર્યા હોય, પૂજ્યા હોય કે સેવ્યા હોય તે તે તેથી સ્વર્ગાદિક ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય તેમાં આશ્ચર્યજ નથી. અહે! જિનિંદ્ર ભગવંતનું કેવું માહામ્ય છે કે જેના એકવાર દર્શન માત્રથી એ તાપસ પાપસમૂહને ભેદીને દેવપણાને પ્રાપ્ત થયે. પિતાની પુત્રીનું હરણ થયું ત્યારથી માંડીને તે તાપસ મનુષ્ય ઉપર દ્વેષી થયેલ છે અને તે અભ્યાસથી અદ્યાપિ પણ તે મનુષ્યોને નાશ કરે છે.”
આ પ્રમાણે યક્ષને પૂર્વભવ કહી પિતાની દેહપ્રભાથી ભૂમિ અને અંતરિક્ષને પ્રકાશીત કરતા એ મુનિ અનેક ચૈત્યને નમસ્કાર કરવા માટે આકાશમાગે ચાલ્યા ગયા, દિવ્યપ્રભાવવાળી યોગિની પિતાને ઠેકાણે ગઈ અને રાજકુમાર પણ જિનપૂજા કરીને તે કાળવન તરફ ચાલ્ય.
આગળ ચાલતાં મનુષ્યના મૃતકોમાંથી ઝરતા પરૂ વિગેરેને દુર્ગધ નાસિકાને સ્ફટ કરતો પ્રસરવા લાગે. પરાક્રમી કુમાર હાથમાં ખર્શને નચાવતો તે ગંધને અનુસાર ચાલે. એટલામાં કાળ અને કંકાળ નામના બે ભયંકર રાક્ષસે. હથિઆર લઈ ક્રોધથી પ્રહાર કરવાને સામા આવતા તેણે જોયા. તે એકઠા થતાં બંનેની સાથે યુદ્ધ શરૂ થયું. પરંતુ બાહુયુદ્ધમાં કુશલ રાજપુત્રે મુનિ જેમ દુર્ગતિએ લઈ જનારા રાગદ્વેષને જીતે તેમ એ બંને રાક્ષસને તત્કાળ જીતી લીધા. પછી વિજયી રાજપુત્ર ત્યાંથી પેલા યક્ષના ગૃહ તરફ ચાલ્યું. ત્યાં હાથમાં ગદા લઈને તે મહાયક્ષ તેને રોકીને કહેવા લાગ્યો કે “હે નવીન મનુષ્ય! તું કોઈને પરાક્રમથી ઉન્મત્ત થયેલે છે પણ હવે તારા ઇષ્ટદેવનું સ્મરણ કર, કેમકે હમણાજ તારું મૃત્યુ થશે.” યક્ષનું એ વચન સાંભળી રાજકુમાર હિંમત લાવી હસીને બોલ્ય,
હે યક્ષ ! આવી ઉદ્ધતવાણુથી મને કેમ ક્ષોભ કરે છે ? તું પ્રસન્ન થા, કોપ છોડી દે અને હૃદયની અંદર વિચાર કરો ક્રોધનું સેવન કરી નિરપરાધી મનુષ્યને શા માટે હણે છે? પૂર્વપુણ્યથી પ્રાપ્ત થયેલું આ અનુપમ દેવપણું ભેગવ અને મનુષ્યોને વિનાશ છોડી દે. ક્રોધથી અંધ થયેલા પુરૂષને આ લેકમાં અને પરલોકમાં કાંઈ પણ સુખ થતું નથી. હે યક્ષ! ક્રોધ, દયારૂપી વલીમાં દાવાનળ તુલ્ય છે, સંસારરૂપી સમુદ્રને વધારનારે છે, લેકેને દુર્ગતિન દેનારે છે અને ધર્મને વિઘાત કરનાર છે. ક્રોધ અગ્નિની પેઠે તીવ્ર તાપથી પ્રથમ પિતાના સ્થાનને તે બાળે જ છે અને પછી બીજાને તો બાળે કે ન પણ બાળે માટે એવા ક્રોધને તું ત્યાગ કર.”
આવી રીતે દૂધ જેવા મિષ્ટ રાજપુત્રનાં વાક્યનું પાન કરવાથી, નવા વર
For Private and Personal Use Only