________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.]
મહીપાળનું પરાક્રમ.
૪૧
ઈર્ષ્યા કરનારા કાઈ એક તાપસ સ્રીસહિત રહેતા હતા. તે માથે જટા રાખી, કંદ, મૂળ અને ફળનું ભક્ષણ કરતા અને બે વલ્કલ વસ્ત્ર પેહેરી વનેવન ભટકતા હતા. તે તાપસને કચરામાંથી જેમ પ્રકાશિત રત્ન ઉત્પન્ન થાય તેમ પવિત્ર કાંતિવાળી, અને રૂપનું પાત્ર એવી એક સુલક્ષણા પુત્રી થઈ. મયૂરપીંછના કલાપ જેવા કેશવાળી અને ગુણાથી ઉજ્જ્વળ એવી એ પુત્રી તેને પ્રાણથી પણ પ્રિય હતી. તેનું નામ તેણે શકુંતલા પાડયું હતું. પ્રકૃતિથીજ સૌભાગ્યવાળી અને સુંદર એ ખાળા વસંતઋતુને પામીને વનલક્ષ્મીની જેમ યૌવન વય પામીને અધિક શાભવા લાગી. એક વખતે તે વનમાં કામદેવના જેવા સ્વરૂપવાન ભીમનામે કાઈ રાજા ફરતા ફરતા આવી ચડયો. તેણે દેવાંગના સદૃશ એ બાળાને વનમાં ફરતી જોઈ. તે સૌભાગ્ય સુગંધમયી સુંદરીને જોઇને અશ્વની લગામ ખેંચી તે રાજા સાંજ ઉભા રહ્યો. જાણે કામદેવના તીક્ષ્ણ બાણથી સ્ખલના પામ્યા હાય, અથવા અશ્વની ખરીઓના શબ્દથી આ કામળ બાળાને પીડા થશે એવી શંકા થઈ હાય તેમ, તે ઠેકાણેજ સ્થિર થઈ રહ્યો. ક્ષણવાર સંભ્રમ પામ્યા પછી ઘેાડી વારે નિર્ણય થયા કે આ કાઈ મનુષ્ય કન્યા છે, એટલે યોગી જેમ શાશ્ર્વતી શક્તિના નિર્ણય કરીને ખુશી થાય તેમ તે ધણેા ખુશી થયા. પછી એ મૃગાક્ષી બાળાની પાસે આવી પૂછ્યું કે ‘હે સુંદરી ! તું પરણી છે કે નહીં ?' તેણીએ ‘હું કુંવારી કું’એમ લજ્જાથી નીચાં નેત્ર કરીને કહ્યું; તત્કાળ એ છળ જાણનારા રાજા તેને અશ્વ ઉપર બેસારી ચાલતા થયા. પુત્રીના વિયાગથી તે તાપસને અત્યંત કલેશ થયા. તે દિવસથી માંડીને પુત્રીવિચાગના પરિતાપથી તેના અંગઉપર અસ્થિચર્મ માત્ર અવશેષ રહ્યાં. આ પ્રમાણે તે દુઃખથી દિવસ નિર્ગમન કરવા લાગ્યા. પ્રાંતે ધાતુક્ષીણ, ઈર્ષ્યાળુ, મરવાને ઇચ્છતા અને ચૈતન્યરહિત એવા એ તાપસને બીજા તપવીઆએ તેનું શ્રેય થવાને માટે આ જિનમંદિરમાં લાવીને મૂક્યા. સ્વભાવથી જૈનમતને ઈર્ષ્યાળુ તે તાપસ જિવેંદ્રને નમ્યો પણ નહીં. અંતે દેહપીડાથી મૃત્યુ પામીને અરિહંત ઉપર ભક્તિ ભાવ નહીં છતાં પણ અદ્વૈતના દર્શનના પ્રભાવથી તે યક્ષપણાને પામ્યા. મિથ્યાત્વથી જેએનું મન મૂઢ બની ગયું છે તેઓની પ્રાયે નરકગતિજ થાયછે, કેમકે વિષના દાષથી વ્યાપ્ત થયેલાને મરણ એજ શરણુ છે. પણ આ તાપસને પ્રાંતકાલે નેમિનાથનાં દર્શન થયાં તેથી તેણે નરકસ્થાનને દૂર કરી દેવપણું પ્રાપ્ત કર્યું. જ્યારે ભાવવિનાના દર્શનમાત્રથીજ સદ્ગતિ પ્રાપ્ત થાયછે
૧ સારા લક્ષણવાળી.
For Private and Personal Use Only