________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો. ]
મહીપાલનું જંગલમાં પરાક્રમ.
૩૯
፡፡
ધાનને ધારણ કરતા બેઠે. તેવામાં પ્રભુની આગળ એકાએક એક ચેગિની તેના જોવામાં આવી. એ ચેગિનીના કપાળરૂપી ફળકનીસાથે ચલિત કુંડલા ધાસતા હતા. તેણીએ પલાશની પાદુકા પેહેરી હતી, એક હાથમાં સુવર્ણ દંડ રાખ્યા હતા અને બીજા હાથમાં મધુર મધુર ફળોથી પરિપૂર્ણ એવું પાત્ર હતું. ચાગિનીનાં દર્શન થતાંજ સસંભ્રમપણે ઉભા થઈ રાજપુત્રે તેને નમસ્કાર કર્યો, એટલે તેણીએ “ જય પામ અને ધણું જીવ ” એવી આશીષ આપી. રૂપ, લાવણ્ય અને આભરણાથી અલંકૃત એવી એ ચેગિનીને જાણે સાક્ષાત્ દેવી હોય તેમ માનતે રાજકુમાર ઘણા ખુશી થયા અને આદર પૂર્વક કહેવા લાગ્યા કે “ હે દેવી! તમે ખરેખર મારાં ગાત્રદેવીજ છે, જેથી શિકારી પ્રાણીઓથી વ્યાપ્ત એવા આ અરણ્યમાં હાલ પ્રગટ થયાં છે. ’ એવી અમૃતમય વાણી સાંભળી યોગિનીએ કહ્યું “હે વત્સ! હું માનુષી દેવી નથી પણ તાપસી છું. આજે પુણ્યનું કારણ એવા તમે મારા અતિથિ થયાછે, તેથી મારૂં વચન વ્યર્થે કરવાને તમે યાગ્ય નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, જેના ધરમાંથી ઉત્તમ અતિથિ આદરસત્કારવિના વ્યર્થ જાય તે અતિથિ તે ધરવાળાના પુણ્યના ક્ષય અને પાપનેા ઉદય કરીને જાયછે. ” ચાગિનીના આવા વચનથી કુમારે તેના અતિથિ થવાનું કબુલ કર્યું એટલે તરતજ એ લાવણ્યવતી તાપસી દંડ અને પાત્ર લઈ જિનમંદિરમાંથી બહાર નીકળી. રાજકુમાર આશ્ર્ચર્યપૂર્વક જુએ છે તેવામાં તે પ્રભાવતી ચાગિનીએ હાથમાં પાત્ર રાખી વૃક્ષેાપાસે ફળની યાચના કરી એટલે તેણીએ નીચે ધરેલા પાત્રમાં વૃક્ષાએ ફળ આપ્યાં, અને કલ્પવૃક્ષ પ્રમાણે દાન કરવાથી તે વૃક્ષાએ ખરેખરી કલ્પવૃક્ષતા ધારણ કરી. પછી મધુર ફળાએ ભરેલું પાત્ર યોગિનીએ રાજકુમારનીપાસે મૂક્યું. કુમારે તેમાંથી કેટલાંક લ લઇને ખાધાં. ત્યારબાદ ત્યાંથી નીકળી નેમિનાથને નમસ્કાર કરી વસ્થાને જવાની ઇચ્છા કરતા મહીપાળને યોગિનીએ પુછ્યું-હે વત્સ ! તમે ક્યાં જવાના છે અને ક્યાંથી આવે ? ' કુમારે કહ્યું- હે માતા! હું સાથેથી ભ્રષ્ટ થઈ અકસ્માત અહીં આવી ચડ્યો છું, હવે ભગવંત નેમિનાથને અને તમને નમસ્કાર કરી મારા નગરમાં જવા ઇચ્છુંછું.' ચેગિનીએ યા ધારણ કરીને કહ્યું કે “હે વત્સ ! આગળ જે આ વન દેખાય છે, તેમાં મહાકાળ નામે એક યક્ષ વસેછે તે કાળનીપેડે પ્રાણીઓને હણી નાંખેછે; એ યક્ષે ત્યાં ગયેલા ધણા લેકાના સંહાર કર્યોછે, માટે દૂરથીજ એ વન છેડી દઈને તમે સુખે ચાલ્યા જજો.” આવી રીતે મહીપાળ અને યાગિની પરસ્પર આનંદપૂર્વક વાર્તા કરતાં હતાં તેવામાં કાઈ માટી કાંતિવાળા મુનિ અકસ્માત આકાશમાંથી ત્યાં ઉતર્યાં. તપથી
For Private and Personal Use Only