________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહા.
[ સર્ગ ૨ જે. આવે નહીં. એ વનને તદન નિમનુષ્ય જોઈને એવામાં તે કૌતુથી ઊભો હતો તેવામાં કઈ વાનર તેની પાસે પ્રગટ થઈ આ પ્રમાણે છે -“હે વીર! તું મને પશુ ધારીને મારા વચનને અનાદર કરીશ નહીં, કારણ કે રામ જેવા વીરપુરૂષે વાનરના વાક્યથી રાક્ષસને જીત્યા હતા. જે, આ પર્વતનાં શિખરોની પેઠે જે અસ્થિના ઢગલા પડેલા છે તે આ કુંડમાં રહેલા એક રાક્ષસે મારી નાખેલા પ્રાણીઓના છે, પણ તું સુંદર આકૃતિવાળ, ચતુર અને કોઈ રાજપુત્ર છે એમ જણાય છે તેથી તને કહું છું કે તું અહીંથી ચાલ્યું જ નહીં તો એ રાક્ષસ તને પણ મારી નાખશે.” વાનરનું આવું વચન સાંભળી મહીપાળ હસીને બોલ્ય-“અરે! તું ખરેખર પશુજ છે, જેથી સૂર્યને અંધકારના ભયની પેઠે મને રાક્ષસને ભય જણાવે છે. આવી ગર્વ ભરેલી રાજપુત્રની વાણી સાંભળી કપિરાજ બોલ્યા કે, “જો તારી શક્તિ હોય તો તું ખુશીથી જા, ત્યાં એક પ્રચંડ કાપવાળે અને અતિકૃષ્ણવર્ણવાળો રાક્ષસ છે.” એમ કહી તે કપિરાજ વનની અંદર અંર્તાહિત થઈ ગયું. પછી રાજપુત્ર વિદ્યાથી વિભૂષિત પેલું યોગીનું આપેલું ખર્શ હાથમાં લઈવેગવડે કુંડની પાસે આવી બકપક્ષીવાળા જલાશયમાં પેઠે, તેજ વખતે ક્રોધથી નેત્રને રક્ત કરતો એક રાક્ષસ પ્રકટ થઈ તેની સામે દેડ્યો. યુદ્ધમાં કુશળ અને મોટા બળવાળા તેઓ બન્ને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ઘણું વખત સુધી એક બીજાને પાડી દેતા અને પડતા તેઓએ યુદ્ધ કર્યું, જેથી પૃથ્વી કંપાયમાન થઈ. પ્રાંતે પદ્ગવિદ્યાના પ્રભાવથી કુમારે રાક્ષસને જીતી લીધે. અને રાક્ષસે કુમારની સેવા કરવી કબુલ કરી. હિંમતથી સર્વ સિદ્ધ થાય છે. પછી પરાભવ પામેલા રાક્ષસે પ્રતિજ્ઞા કરી કે, આજથી હું તમારા વૈરીને વૈરી અને તમારા મિત્રને મિત્ર છું, તેમજ જયારે તમે મારું સ્મરણ કરશો ત્યારે હું આવીને હાજર થઈશ. પછી વેષને પરાવર્ત કરનારી અને ત્રણને રૂઝાવનારી એવી બે - ષધીઓ કુમારને આપી, અને અહિંસા ધર્મને સ્વીકાર કર્યો. રાજકુમારે તેને રજા આપી એટલે તે અદૃશ્ય થયો. પછી કુમાર સરોવરમાંથી બહાર આવી વનની અક્ષીણ શોભા જેવા લાગે-કૌતુકવાળા મહીપાળે વનમાં ફરતાં ફરતાં જોવાની ઇચ્છાથી કોઈ ઠેકાણેથી પુષ્પ લીધાં, કોઈ ઠેકાણેથી પલ્લવ લીધાં અને કેઈ ઠેકાણેથી પાકેલાં ફળે લીધાં. ત્યાંથી શ્રીનિવાસ નામના વનમાં ગયે. ત્યાં સુંદર તેરણવાળે શ્રી નેમિનાથ ભગવંતનો એક આનંદમય પ્રાસાદ તેણે દીઠે. પ્રાસાદની અંદર જઈ હર્ષથી પ્રભુને નમસ્કાર કરી, સ્તુતિ કરી, અંતરમાં જિનધ્યાનરૂપ નિ
૧ અદશ્ય. ૨ ઘા.
For Private and Personal Use Only