________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.]
મહીપાળનું અદ્ભુત પરાક્રમ. કરી તેની વચનરૂપી ચંદ્રિકાને ચકોરની જેમ પાન કરવાને તત્પર થે. કુમારે રસિક ભાષાથી કહ્યું કે, જે એમ છે તો આ કુમારીને તેના પિતાને ઘેર તત્કાળ પહોંચાડે. કુમારના કહેવાથી તે વિદ્યારે પોતાની વિદ્યાશક્તિથી તેણુને તત્કાળ તેને ઘેર પહોંચાડી. કુમારિકાના દર્શનથી તેના સ્વજન વર્ગને આનંદ છે. વિદ્યાધરે કુમારને સોળ વિધાઓ આપી અને કુમારે તેને જૈનધર્મ પમાડ્યો. પછી પૂર્વદિશારૂપી સ્ત્રીના તિલક જેવો એક ઊંચે પ્રાસાદ કુમારે જે, તેથી વિદ્યાધરને પુછયું કે, આ કોને પ્રાસાદ છે ? તે પ્રશ્નના પ્રત્યુત્તરમાં ચિત્તવડે વિચાર કરી વિદ્યાધરે કહ્યું કે, હે કૃપાળુ કુમાર! પ્રાસાદસંબંધી એક કથા કહું તે આપ સાંભળે.
વૈતાઢય પર્વત ઉપર એક રતપુર નામે નગર છે. ત્યાં શત્રુઓને ત્રાસ કરનાર મણિચૂડ નામે રાજા છે. તેને રતપ્રભ અને રલકાંતિ નામે બે કુમાર થયા. તેઓ પિતાની ભક્તિથી પવિત્ર અને વિદ્યાવિલાસમાં રસિક હતા. કેટલાક વર્ષ રાજ્ય કરી અંત સમયે મણિચૂડ રાજાએ પિતાનું રાજય પ્રભને આપીને વ્રત ગ્રહણ કર્યું, અને સર્વ પ્રાણુ ઉપર સમચિત્ત રાખી વનમાં ગયા. તે રાજાનો રલકાંતિ નામે જે પુત્ર તે હું પોતેજ છું. મારા ભાઈ રતપ્રભે રાજ્યના મદથી મને બળવડે ઉદ્ધત ઈપિતાના નગરમાંથી કાઢી મૂકે છે. તેના દ્વેષથી અહીં પાતાળમાં મોટા મહેલેની શ્રેણીવડે શોભિત એવું આ નવું નગર વસાવી હું રહ્યો છું. આ નગરના પ્રભુ શ્રી શાંતિનાથ ભગવાન છે તે પ્રભાવીક પ્રભુ આ સિદ્ધાયતાથી વીંટાયેલા પ્રાસાદમાં બીરાજે છે. હે પ્રતાપી કુમાર! તે મારા રતપ્રભ બંધુને વિજય કરવાને હું અહીં કુવિધાના સાધનરૂપ ઉપાય કરતે હતા, ત્યાં તમે મને નરકરૂપી કોટરમાં પડતો બચાવે છે.”
પછી “ચાલો આપણે એ ચયમાં જઈ જિનપૂજા કરીએ” એમ કહી બન્ને જણાએ ત્યાં જઈ વિધિથી પ્રભુની પૂજા કરી. ત્યાંથી વિનયથી સુંદર એવા વિદ્યાધરે રાજકુમારને માર્ગે ચડાવી, તે પાતાળવનના મધ્યભાગમાં રહેલા મુનિઓને બતાવ્યા. તેઓમાં કઈ જાણે પાષાણમાં કોતર્યા હોય, તેમ નિચળપણે ધ્યાન કરતા હતા અને કેઈ વિશ્વને જાણવાથી પિતાની સર્વજ્ઞ પુત્રતાને દૃઢ કરતા હતા, એવા ૫વિત્ર મૂર્તિવાળા સર્વ સાધુઓને જોઈ તે રાજકુમાર જાણે મહાનંદપદની વણિકા પામે છે તેવું પરમસુખ પામે. પછી પૂર્ણ ભક્તિવંત રાજપુત્ર વિધિપ્રમાણે
૧ કેવળી પુત્ર. વીર પરમાત્માના પુત્રપણું. ૨ મોક્ષની વાનકી.
For Private and Personal Use Only