________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.]
મહીપાળનું અદ્ભુત પરાક્રમ. કુમારનાં આક્ષેપનાં વચન સાંભળીને સંભ્રમ અને ત્રાસ પામી તે વિદ્યાધર પવનને પણ પરાભવ કરે તેવા વેગથી એ સ્ત્રીને ભુજામાં લઈને ત્યાંથી પલાયન કરી ગયે. કુમાર પણ તેને છોડાવવાનો નિશ્ચય કરી હાથમાં ખડ્ઝ રાખી મોટા વેગે તેની પછવાડે દેડ્યો. પછવાડે આવતા રાજકુમાર ઉપર દૃષ્ટિ કરતા વિદ્યાધર પવનવેગે આગળ ચાલ્ય પણ કુમાર પાછો વલ્ય નહીં, એટલે છેવટ સ્ત્રીને વધ કરવાની બુદ્ધિથી તે વિદ્યાધરે એક નરકકુંડની જેવા ભયંકર કુવામાં ઝુંપાપાત કર્યો. તેની પછવાડે દયાળુ અને પરાક્રમી એવા કુમારે પણ તેને ઉદ્ધાર કરવાની ઇચ્છાથી
પાપાત કર્યો. તાપને આપનારા પૂર્વપાપથી જાણે ખેંચાણે હોય તેમ વિદ્યાધર વેગડે કુમારના દૃષ્ટિમાર્ગથી દૂર થશે. કુવાને ભયંકર માર્ગ ઓળંગી રાજકુમાર આગળ ચાલે ત્યાં તેને પ્રકાશ જોવામાં આવ્યું અને કેટલાએક પર્વત તથા વૃક્ષોની શ્રેણીઓ તેની દૃષ્ટિએ પડી. તે વનને જોત જોતે કુમાર આમતેમ તેની શોધમાં ભ્રમણ કરે છે ત્યાં ફરીથી પાછો પેલી સ્ત્રીને અત્યંત આકંદ તેણે સભળે. પછી વૃક્ષની ઘટામાં શરીરને છુપાવતો છુપાવતા પગ ખેંચી મૌનપણે મંદ મંદ ગતિએ જયાંથી તે સ્ત્રીના રૂદનને સ્વર આવતું હતું ત્યાં આવ્યું. ત્યાં રક્તચંદન (રતાંજલી) થી વિલેપન કરેલી, રાતાં વસ્ત્ર ધારણ કરાવેલી અને રાતા પુષ્પની માળાએ યુક્ત એવી તે સ્ત્રી અગ્નિના કુંડ પાસે જોવામાં આવી. તરત આકારને ગોપવી, ખર્શને વસ્ત્રવડે ઢાંકી લીલાથી ચાલતો રાજપુત્ર પેલા પુરૂષની આગળ આ ; કુમારે કહ્યું કે “હે મહાસત્વ ! આ તું શું કરે છે? ગુરૂના આદેશથી કરે છે વા તારી બુદ્ધિથી કરે છે? કે તારો આવો કુલક્રમ છે” વિદ્યાધરે કહ્યું “હે પાંથ! તું સ્વેચ્છાએ તારે માર્ગે ચાલ્યા જા, સર્વ લેક પોતપોતાના કામમાં તત્પર હોય છે, તેમાં બીજાની શિક્ષાની કોઈ જરૂર હૈતી નથી.” તેવામાં તે કુમારીકાએ કહ્યું-“હે પરોપકારી ! કૂર અને મારે વધ કરવામાં ઉઘમવાળા આ પાપીથી મારી રક્ષા કરે,” એ બાલિકાના આવા દીનાક્ષર વચન સાંભળી રાજપુત્ર સારી છટાથી બે “હે મહાસત્વ ! તું ક્ષત્રીના કુલમાં જન્મ પામ્ય જણાય છે છતાં આ અશરણ અબલાને વધ કરતાં તારા ચિત્તમાં કેમ લજજા આવતી નથી ? સ્ત્રીના વધથી કોઈ પણ વિદ્યા સધાય છે એવી ભ્રાંતિ રાખીશ નહીં, કારણ કે પાપકારી આરંભથી તે શુભકર્મ વિલય પામે છે. જેણે તને આ કામ કરવાને ઉપદેશ આપે છે તે કઈ તારે શત્રુ છે અને તેણે તારી ઉન્નતિના વિઘાતને માટે ઉપાય વિચારી ને મુગ્ધને છેતર્યો છે. માટે તે મુગ્ધ! મારું કહેવું માની આ સ્ત્રીને છેડી દે, અને સ્ત્રીહત્યાના પાપથી ભારે થઈ
For Private and Personal Use Only