________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.]
મહીપાળકુમારનું ચિરત્ર.
૪૫
પક્ષીઓને મારી નાખતા હતા. એક વખતે જાણે મૂર્ત્તિવંત ધર્મ હાય તેવા કાઈ કેવળજ્ઞાની મુનિ સર્વે વિશ્વને આત્મવત્ જોતા ત્યાં આવી ચડ્યા. મુનિરાજ તે સરાવરને કાંઠે સમેાસર્યા એટલે મૃગ અને સિંહાર્દિક પ્રાણીએ સત્વર ત્યાં આ વીને એકઠા થયા. માટી કાયાવાળા તે બગલા પણ ધણા બગલાનાં ટાળાંથી પરવરેલા મુનિના વચનામૃતનું પાન કરવાને ત્યાં આવ્યા. દયાળુ મુનિએ તેને બાધ પમાડવાને તેમની ભાષામાં ધર્મના સામ્રાજ્યથી શાભતી એવી દેશના આપવા માંડી. મુનિ કહેછે—“ હે પ્રાણિઓ ! અવિવેકી તિર્યંચવાને પ્રથમ પાંચ ઇંદ્રિયાની સુંદરતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કદાપિ તે પ્રાપ્ત થઈ હાય તો જ્ઞાતાપણું દુર્લભ છે અને તે બન્ને હૈાય તે પણ ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. પૂર્વે ધર્મની વિરાધના કરવાથી તિર્યંચપણું પ્રાપ્ત થાય છે, તેમાં પણ જો પાપ કરવામાં આવે તે તે પાપ તેઓને નરકમાં લઈ જાય છે. નરકમાં તેવા જીવાને તપેલા લાઢાની સાથે આલિંગન કરાવે છે, ગરમ કરેલા સીસાના રસનું પાન કરવું પડેછે, વજા કંટકથી આંકે છે અને બંધન, છેદન તથા ભેદન વિગેરે અનેક કષ્ટ ભાગવવાં ૫ડેછે. માટે હું પ્રાણીએ ! તમારે રૌદ્ર અને આર્ત્તધ્યાન ધ્યાવાં નહીં, પ્રાણીના વધ કરવા નહીં અને સર્વ ચરાચર વિશ્વને આત્મવત્ ચિતવવું. ” મુનિરાજનાં તેવાં ઉપદેશ વચનાથી સિંહ અને વ્યાઘ્રાદિક સર્વ પ્રાણીઓએ ખીજા જીવાને પીડા કરવી છેડી દીધી અને તે ખક પક્ષી પણ દયાળુ થયા. તે દિવસથી હિંસાને છેડી દયાળુપણે કાલ નિર્ગમન કરતાં તે ખક પક્ષીને અંતકાળ સમીપ આવ્યા, તે વખતે પણ તેના પવિત્ર ચિત્તમાં ધર્મનું સ્મરણ રહેવાથી કાળ કરીને તે દેવગતિ પામ્યા. ત્યાંથી ચ્યવી કાઈ વ્યવહારીના કુળમાં જન્મ લહી એકાવતારી થઈ પેાતાને હિતકારી ધર્મ આરાધીને અંતે મુક્તિને પામશે.
93
“ માટે હે યક્ષરાજ ! તમે પણ ધર્મથીજ દેવપણું પામ્યા, તે હવે ક્રોધની પ્રેરણાથી તે ધર્મનેાજ દ્રોહ કરનારી હિંસા કેમ કરો છે ! તેથી હવે હિંસા છોડી ઘો, દયા ધારણ કરી, સનાતન ધર્મને ભજો અને પ્રાણીઆની ઉપર ઉપકાર કરી. ઉત્તમ પુરૂષોએ ધન, જીવિત, વિદ્યા અને ખળવડે આલાક તથા પરલોકમાં હિતકારી એવા પરાપકાર કરવા. હે યક્ષરાજ ! તમે પૂર્વજન્મના ક્રોધનું ફળ જોયેલું છે, માટે હવે તમારા હિતને માટે તે ક્રોધના વૈરી ધર્મની સાથે વૈર કરી મા, તમને અંતકાલે જિનેશ્વરનાં દર્શન થયાં હતાં તેથી આ દેવપણું પ્રાપ્ત થયેલું છે, માટે આ નેમિનાથની હવે નિય
""
કરા. પૂજા
For Private and Personal Use Only