________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
ખંડ ૧ લે. ]
મહીપાલ રાજાનું ચરિત્ર. જોવામાં આવ્યું. ગીના દર્શનથી “આ સંસાર જેવા અરણ્યમાં સંસારીની જેમ ભમતા એવા મને આ પ્રસંગે અચાનક જીવન્મુક્ત એવા આ ગીશ્વરનાં દર્શન થયાં' એમ વિચારી પૃથ્વી સાથે મસ્તક લગાડી મહીપાળે તે દયાળુ અને કલ્યાણકારી યોગીને પ્રણામ કર્યો. અહીંસાદિ પંચમહાવ્રતને ધરનાર, દૃઢાસની, મહાપ્રાણાયામ ધ્યાન કરનાર, નિયમમાં આદરવંત, પ્રત્યાહારના નિયેગથી ઇંદ્રિયોને વશ કરીને શુક્લ ધ્યાનને ધ્યાનાર, સમતાપૂર્વક પાંચ પ્રકારની ધારણ કરનાર, સમાધિથી ત્રણદંડને અભાવે આહંય તેજનું સ્મરણ કરનાર અને દયાના નિ ધાન એવા તે ગીપુરૂષ મહિપાળને જોઈ ધ્યાનથી મુક્ત થયા પછી મહીપાળને કહેવા લાગ્યા “હે વત્સ! તને સ્વાગત છે ? તારું શરીર સુખી છે ? અહીં તારું આગમન નિર્વિધે તો થયું છે ? હે વત્સ! તું વિરમય પામીશ નહીં, તને સુવિધા આપીને ગુરૂને અનૂર્ણ થવાને ઈચ્છતા એ હું તને અહીં હરી લાવ્યો છું. તું ક્ષુધાતુર છે માટે પ્રથમ જમી લે,” એમ કહી તત્કાળ દિવ્ય શક્તિથી લાવેલી રસેઈગિએ પ્રીતિથી તેને જમાડી. કુમારે પણ ભોજનપ્રાપ્તિને પૂર્વ ફળ જાણી જમ્યા પછી વિનયવડે નમ્ર થઈ ગીપાસેથી ખર્ણસિદ્ધિની મહાવિદ્યા ગ્રહણ કરી. તત્કાળગીએ પદ્માસન ધારણ કરી આધાચક્રથી મહાનસનું આકુંચન કરી આકાશચક્રને ભેદીને પ્રાણ છોડી દીધા. તે વખતે તેની કાંતિએ બધો મહેલ પ્રકાશમાન થઈ ગયો. ગીંદ્ર સ્વર્ગ લેકમાં ગયા પછી સાર-અસારને જાણનાર કુમારે તે ગી કે મહેલ કાંઈ જોયું નહીં. ફક્ત વનજ તેના જોવામાં આવ્યું.
આ બનાવથી આશ્ચર્ય પામી કુમાર વિચાર કરવા લાગ્યો કે “અહો ! - ગનું કેવું સામ્રાજય છે ? જેથી જીવતાં આવી લક્ષ્મીઓ મળે છે અને મૃત્યુ પછી મુક્તિ થાય છે. વેગથી પાપના ઓઘ નાશ પામે છે, એગથી મુક્તિરમણને સંગમ થાય છે, અને જેગથી તેના આશ્રિતને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે વિચારી મોટા વૃક્ષવાળા વનમાં તેણે ફરવા માંડયું, એવામાં જેની અંદર અનેક બગલાઓને નિવાસ છે એ એક મહાકુંડ તેના જેવામાં આવ્યો. ધીરમાં ધુરંધર એવો તે મહીપાળ તે કુંડમાં સ્નાન કરવાની ઇચ્છાથી જેવો પેસતો હતા તેવામાં “નહીં નહીં” એવી અલક્ષ્ય વાણી તેને સાંભળવામાં આવી. વારવાર એ વચન સાંભળી “આવું અવજ્ઞાવચન મને વારંવાર કોણ સંભળાવે છે ?” એવી ઈંતેજારીથી કુંડના તટઉપર તે આ પણ તેને વક્તા કઈ તેના જોવામાં
૧ દેવામાંથી મુક્ત.
For Private and Personal Use Only