________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.]
સૂર્યકુંડનો મહિમા.
૩૫
મ
નથી ગરીબે, રાજસન્માનથી વેપારીઓ, ચેોગ્ય ઇનામેાથી કવીશ્વરા અને પ્રસાદદાનથી સેવકા પ્રસન્ન કરાતા હતા; એવી રીતે સર્વ લૉકા સુખે રહેતા હતા. એ નગરમાં સમુદ્રવિજય રાજાના વંશમાં સૂર્યમâનામે એક રાજા થયા હતા. તે ઘણી સૌભાગ્ય લક્ષ્મીવાળા અને અદ્વૈતની તથા મુનિરાજની ભક્તિના કરનારા હતા. રાજા સૂર્યમલે શત્રુરૂપ અંધકારને હર્યું હતું તે છતાં તે 'કુવલયને વિકાસ કરતા હતા અને કમલાલય હતા એ મોટું કૌતુક હતું. યાદવવંશના આભૂષણરૂપ એ રાજાએ રણભૂમિમાં પોતાના લાખા શત્રુઓનાં માથાં ઉપર પગ મૂકયા હતા. તેના પ્રતાપથી સૂર્યના તાપથી માખણની જેવી શત્રુની કીર્ત્તિ ગળી ગઈ તથાપિ તે જડતાને પ્રાપ્ત થયા નહીં. સૂર્યને જેમ કમલિની તેમ કમળની જેવા મુખવાળી અને શુભ કાર્યમાં તત્પર રહેનારી “ શશિલેખા ” નામે તેને ઘણી પ્રિય પટ્ટરાણી હતી. શ્રીનેમિનાથના ચરણકમળને સેવનારી એ શિલેખા સૂર્યરાજ (સૂર્યમલ્લ )ની સ્ત્રી છતાં લોકો તેને અસૂર્યપશ્યા કહેતા હતા. સુખસમુદ્રમાં સૂક્ષ્મરૂપ` અને સુકૃતમાં આદરવંત એ દંપતી પરસ્પર પ્રીતિયંત થઈને કાળ નિર્ગમન કરતાં હતાં. એક વખતે રાજા રાણી બંને ભગવંતની યાત્રા કરવા ગિરનાર ઉપર ગયાં હતાં. તે વખતે શશિલેખા રાણીએ એક મયૂરી ( ઢેલ )ને પેાતાના બચ્ચાને રમાડતી જોઈ. તે વખતે પેાતાને કાંઈ પણ સંતાન નથી તેવે વિચાર આવતાં તે શાક કરવા લાગી. રાજાએ આવી સમજાવીને તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે હે પ્રિયા ! સંતાન પ્રાપ્તિને માટે જિનેશ્વરની પૂજા કર.' એ પ્રમાણે કરતાં ચાર્ડ કાળે, જગતમાતા અંબિકાના પ્રસાદથી તેમને દેવપાળ અને મહીપાળ નામે બે કુમારા થયા. તેઓ મયૂરનીપેઠે કલાકલાપે યુક્ત, પક્ષ સહિત, મધુરવાણી ખેલનારા, લેાકની ઉન્નતિમાં પ્રીતિવાળા અને અહિતના નાશ કરવામાં તત્પર એવા થઈ પાતાના ક્ષેાણીધર પિતાની હૃદયરૂપી પૃથ્વીમાં સુખરસનું સ્થાન પ્રાપ્ત કરી હમેશાં સદાચારથી વર્ત્તતા હતા. બુદ્ધિના ભંડાર એવા તેઓએ ગુરૂને માત્ર સાક્ષિભૂતજ રાખીને સર્વ શાસ્ત્રોના અભ્યાસ કર્યો. હમેશાં જુદી જુદી જાતના આયુધાના અભ્યાસમાં પણ તે માટે પ્રયન કરવા લાગ્યા. અનેક પ્રકારની ક્રીડા કરતા, સરખી વયના મિત્રોથી વિંટાએલા અને લૉકાને પ્રસન્ન કરતા તેઓ અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયા. પિતાએ મેટા ઉત્સવ અને હર્ષથી ધણી રાજકન્યાઓનીસાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. તે બન્નેમાં મહીપાળકુમાર માન,
૧ કુવલય-ચંદ્રવિકાસી કમળ દિવસે સંકોચ પામેછે તે, પક્ષે પૃથ્વીવલય. ૨ કમળા–લક્ષ્મીનું ભુવન. ૩ મૂર્ખતાને. ૪ સૂર્ય પણ જેનું મુખ જોઇ ન શકે એવી. ૫ કાચો.
For Private and Personal Use Only