________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહા....
[ સર્ગ ૨ જો. અને શરીરથી પ્રકાશમાન એવા મુનિને જોઈ તે બન્ને સંબ્રમથી ઉભાં થયાં અને જાણે પિતાનું મૂર્તિવંત પુણ્ય હેય તેમ માની તેઓએ તેમને નમસ્કાર કર્યો. મુનિએ વિધરૂપી હસ્તિનો વિનાશ કરવામાં કેશરીસિંહ સમાન “ધર્મલાભ” રૂપ આશીષ તેમને આપી. તેઓએ કહ્યું કે “હે ભગવન! તમારા જેવા ઉત્તમ પુરૂષ આજે અમારા નેત્રના અતિથિ થયા છે તે ત્રણ જગતના પતિ નેમિનાથના ચરણપ્રણામનું અમને પરિપકવ ફળ મળ્યું છે. હે પ્રભુ ! તમે સાક્ષાત સમતા રસના સમુદ્ર અને પુણ્યના રાશિ છે; ભાગ્યહીન પુરૂષોને તમારા જેવા મહાત્માનું દર્શન થતું નથી. હે ભગવન્! અમારી પાસે આપ ધર્મ ઉપદેશ કરવાને યોગ્ય છે, કારણ કે આપના જેવા પુરૂષો નિરંતર પરે પકાર કરવામાં તત્પર હોય છે.”
આવી રીતે તેમના અમૃતને ઝરતાં વચન સાંભળી તે મહામુનિએ પાંચ દંડકવડે દેવવંદન કરીને આ પ્રમાણે ઉપદેશ આપે. “હે વત્સ! દાન, અને ધ્યયન, શીળ અને જીવદયાથી જે પુણ્ય થાય છે તે સર્વ પુણ્ય એક જિનસેવા કરવાથી થાય છે. જે પુરૂષો જિનપૂજા કરે છે તેઓને સામ્રાજય, સારી મતિ, પુણ્યની વૃદ્ધિ, પાપને ક્ષય અને ગ્રહપીડાની શાંતિ થાય છે. જે ઉત્તમ પુષ્પોથી ત્રિકાળ જિનપૂજા કરે છે તેજ પુરૂષ ધન્ય, સુકૃતવાન અને ગુણ કહેવાય છે. માટે ગ્લાનીપણને આપનાર પ્રમાદને છોડી ઉઘોગી પુરૂષોએ પાપનો નાશ કરનારી ત્રિકાળ જિનપૂજા કરવી.”
આ પ્રમાણેનાં મુનિ મહારાજનાં વાક્ય સાંભળીને બન્ને ખુશી થયાં. પછી તેઓએ મહાકાળ યક્ષની માઠી ચેષ્ટા સંબંધી પ્રશ્ન પુછયો “હે ભગવન્! પિતાના ખરા સ્વાર્થથી પરાક્ષુખ એ યક્ષ ધર્મારાધનથી દેવપણું પામ્યા છતાં તેની વૈરિણી એવી હિંસા કેમ કરે છે? અને સમગ્ર પુણ્યબુદ્ધિને છોડી દઈને તે મનુબને દ્વેષી કેમ છે ? હે પૂજય! આ પ્રશ્ન કરનારા અને પ્રસાદ કરી તે વાત વિસ્તારથી કહે.” તેઓને આ પ્રશ્ન સાંભળીને તે મુનિરાજ જ્ઞાનના માહાસ્યથી તે યક્ષનું સમગ્ર ચરિત્ર જાણી લઈને અમૃતને ઉલ્લંઘન કરનારી વાવડે બેલ્યા
પૂર્વે આ વનમાં સૂર્યના પ્રકાશ ઉપર ઘૂવડની જેમ જિદ્રના શાસન ઉપર
૧. ઢગલો. ૨ શકસ્તવ (નમુથુણં), ચૈત્યસ્તવ (અરિહંતઈયાણું), નામસ્તવ (લોગસ્સ), શ્રુતસ્તવ (પુખરવરદી), સિદ્ધસ્તવ (સિદ્ધાર્ણ બુદાણ) આ પાંચ દંડકો જાણવા. ચાર સ્તુતિવડે દેવવંદન કરવામાં એ પાંચે દંડકો આવી જાય છે. ૩ મંદવાડ નબળાઈ વિગેરે.
For Private and Personal Use Only