________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
શત્રુંજય માહાત્મ્ય.
[ સર્ગ ૧ લો. છે અને તે પૃથ્વીના લલાટમાં તિલકરૂપ તથા આદિનાથ પ્રભુરૂપી પ્રૌઢ રણની વિરતારવાળી શે।ભાથી યુક્ત છે. આ તીર્થ અનંત કેવળ જ્ઞાનનીપેઠે સર્વત્ર ઉપકારી છે અને મુક્તિના ધામનીપેઠે સદા સ્થિર નિર્મળ અને નિરાબાધ છે . તેથી દુરિતના સમૂહને નાશ કરનારૂં આ તીર્થ જગત્પતિ ઋષભદેવ પ્રભુને ચિત્તમાં રાખીને સેવવાને ચેાગ્ય છે.
એથી પૂર્વદિશામાં આભૂષણરૂપ, નિર્દોષ અને દેવતાને પ્રિય એવું સૂર્યોદ્યાન આવેલું છે. જ્યાં રહેલી કપવૃક્ષાની શ્રેણી જાણે ગિરિરાજની લક્ષ્મીની વેણી હાય તેવી અને સર્વવાંછિતને પૂર્ણ કરવામાં જીનસેવાની સ્પર્ધા કરનારી છે. ત્યાં આવીને કિન્નર પુરુષા પાતાની સ્ત્રીઓનીસાથે જિનમંદિરમાં સંગીત કરી પક્ષિઓને પણ આનંદ આપેછે. જ્યાં તમાલ, હિઁતાલ, પલાશ અને તાડનાં પત્રોની પંક્તિ, ‘ભમરા અમારાં ચિત્રવિચિત્ર પુષ્પાને કેમ ચુસી જાયછે?' એમ ધારી જાણે રાષ પામી હોય તેમ ચપળ અને મધુર શબ્દ કરતી ભ્રમરાને ઉડાડી મૂકેછે; જ્યાં નવપલ્લવાના સમૂહથી વ્યાપ્ત અને સૂર્યનાં કારણેાથી અવિદ્ એવી વનની શ્રેણી જાણે કામદેવે વસંતમાં લજ્જા ધારણ કરી ઢાય તેવી જણાયછે; જ્યાં કાકિલ ‘અગુણુ હાય તાપણુ સંગથી ગુણી થાયછે” એવી સફળ વાણી વારંવાર કરેછે અને આમ્રવૃક્ષ ઉપર પંચમ સ્વર બેલવાથી સાષ આપેછે; જ્યાં રાગી પુરૂષોને આનંદના તરંગો રચનારી જે વાણી પક્ષીઆ બેલેછે તે વાણી અમૃતરસની ધારાની મધુરતાના તિરસ્કાર કરેછે; જ્યાં લેકેાના નેત્રોના લક્ષમાં નહીં આવતે તેથી ભય રહિત થયેલા પવન મારૂં નામ તેઆએ વિષમ કર્યું છે ” એવા ક્રોધથી જાણે વનેને કંપાવતા હોય તેમ જણાય છે; જ્યાં વૃક્ષના ક્યારામાં પક્ષીઓને પ્રિય અને માર્ગના પર્વતે। સાથે લાગવાથી ચળકતું નીકનું નિર્મલ પાણી ચાલ્યું જાયછે; જ્યાં તરૂણ સૂર્યની કાંતિના જેવી રાતી પુષ્પકલિકા, મધુપાનમાં લીન થયેલી ભમરાની પક્તિની કાંતિવડે કૌતુકી લૉકાએ માન્ય કરેલી ધૂમાડાવાળા અગ્નિની તુલ્યતાને પામેછે; જ્યાં કૈાકિલ પક્ષી આમ્રવૃક્ષની સુંદર મંજરીના સહવાસથી મધુર એવા શબ્દોને બેકલી વિયાગી કામિએના મનમાં વિપત્તિ ઉત્પન્ન કરેછે; જયાં કદળીના વ્રુક્ષા સૂર્યના તાપથી પીડાતા લોકોને પેાતાના પત્રોની શ્રેણીના મિષથી રાખેલા પંખાથી ઉત્તમ સ્ત્રીની પેઠે પવન નાખેછે અને જ્યાં વૃક્ષાના સમૂહને હસાવનારી અને હંમેશાં પાતપેાતાના પુષ્પવિલાસથી શેાલતી ઋતુએ સુખેથ્થુ પુરૂષોને અનુપમ સુખ આપેછે, એપ્રમાણે-હે દેવતાઓ ! જિનેશ્વરની
66
,,
For Private and Personal Use Only