________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦. શત્રુંજય માહામ્ય.
[ સર્ગ ૧ લો. સ્તુતિ કરવી. જે મનુષ્ય જૈનતીર્થાદિકમાં આવીને મિથ્યાત્વ મિશ્રિત ક્રિયા કરે છે તે મહાપાપી થાય છે તેથી તેને પુણ્યની પ્રાપ્તિ શી રીતે થાય?
હે ઇંદ્ર! અનર્થદંડથી વિરતિ, તત્ત્વચિંતામાં આસક્તિ, જીનેશ્વરમાં ભક્તિ, મુનિમાં રાગ, દાનમાં નિરંતર વૃત્તિ, સતપુરનાં ચરિત્રોનું ચિંતન, અને પંચનમરકારનું સ્મરણ, એ સર્વ, પુણ્યરૂપી ભંડારને ભરનાર છે ને ભવસાગરથી તારનાર છે તેથી આ મહાતીર્થમાં તે સર્વ આચરવું. તેમજ ઉત્તમ ધ્યાન, દેવપૂજન અને તપ આદિ સત્કર્મ મોક્ષસુખને ઉપાર્જન કરવામાં ઉદ્યમવંત પુરુષે અહીં અવશ્ય કરવાં. આ તીર્થે જેઓ ચતુર્વિધ સંઘસહિત આવીને યાત્રા કરે છે તેઓ તીર્થંકરપણાનું લેટેત્તર પદ મેળવે છે. તીર્થમાર્ગમાં યાત્રા કરતા યાત્રાળુઓના શ્રમજલ(પસીના) ને જેઓ ભક્તિવડે પ્રમાજે છે તેઓનો દેહ પાપરહિત તથા નિર્મલ થાય છે. આ તીર્થ જેઓ યાત્રાળુઓને ભક્તિપૂર્વક વસ્ત્ર અને અન્નાદિવડે પૂજે છે તે વિપુલ સમૃદ્ધિનું સુખ જોગવી અંતે મુક્તિને મેળવે છે. જે અહીં ઈચ્છાનુરૂપ અવારિત દાન આપે છે તેઓ આનંદયુક્ત અત્યંત સુખ સંપાદન કરે છે. જે સુમતિજને અન્ય પ્રકારનાં પુણ્યકર્મ પણ પિતાની શક્તિ પ્રમાણે અહીં આચરે છે તેઓના કુકર્મને નાશ થવાથી તેમને આ લેક ને પરલેક બન્નેની શુદ્ધિ થાય છે.
હે ઈંદ્ર! એવી રીતે આ પવિત્ર તીર્થનો મહિમા સંક્ષેપથી કહ્યો. હવે તેમાં રહેલા તીર્થરૂપ રાજાદની (રાયણ)ના વૃક્ષનો મહિમા સાંભળ. આ રાજદનીનું વૃક્ષ શાશ્વત છે અને ભગવંત અષભદેવની પાદુકાવડે શેભે છે. તે વૃક્ષમાંથી ઝરતી દુધની ધારાઓ ક્ષણવારમાં અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે છે. તે પવિત્ર રાયણની નીચે નાભિરાજાના પુત્ર શ્રીષભદેવ પ્રભુ અનેક વખત સમોસર્યા હતા તેથી એ વૃક્ષ, તીર્થથી પણ ઉત્તમ તીર્થની પેઠે વંદન કરવાગ્યા છે. તેના દરેક પત્ર ઉપર, ફળઉપર અને શાખાઉપર દેવતાઓનાં સ્થાનકો છે; તે માટે એનાં પત્ર ફળાદિક કાંઈ પણ પ્રમાદવડે છેદવા યોગ્ય નથી. જયારે કોઈ સંઘપતિ ભક્તિથી ભરપૂર ચિત્તવડે એને પ્રદક્ષિણા કરે છે, ત્યારે જે તે હર્ષથી તેના મસ્તકઉપર દૂધની ધારા વર્ષો તો તેને ઉત્તર કાળ બન્ને લેકમાં સુખકારી થાય છે અને જે તે દૂધની ધારા ન વર્ષાવે તો જાણે ઈર્ષાવાળી હોય તેમ હર્ષ કરનારી થતી નથી. સુવર્ણ, રૂ, અને મુક્તાફળથી વંદનાપૂર્વક જે તેની પૂજા કરે તો તે સ્વમામાં આવી સર્વ શુભાશુભ કહી આપે છે. શાકિની, ભૂત, વેતાળ અને રાક્ષસાદિક
૧ અટક્યા વગર. ૨ આ ભવમાં અને પરભવમાં.
For Private and Personal Use Only