________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહામ્ય.
[ સર્ગ ૧ લે. પામે છે અને અષ્ટમ કરવાથી આઠ કર્મને ક્ષય કરી મોક્ષ પામે છે. બીજા તીચૅમાં સૂર્યના બિબઉપર દૃષ્ટિ રાખી, એક પગે ઉભા રહી, અને અખંડ બ્રહ્મચર્ય પાળી માપવાસ કરવાથી જે પુણ્ય મેળવાય છે તે પુણ્યસિદ્ધિગિરિમાં એક મુહૂર્ત માત્ર સર્વ આહારનો ત્યાગ કરવાથી થાય છે. રાગના દેલવાળું પ્રાણી અહંતનું દિધ્યાન કરવાથી નીરાગી થાય છે. સ્ત્રીહત્યાનું પાપ આઠ ઉપવાસથી નાશ પામે છે, પાક્ષિક તપ કરવાથી બાળહત્યાનું પાપ નાશ પામે છે અને માસોપવાસથી બ્રહ્મચારીની હત્યાનું પાપ દૂર થાય છે. આ ક્ષેત્રમાં એકાદિક ઉપવાસનું પુણ્ય મેળવ્યું હોય તો તે લક્ષાદિકના ત્રણમાંથી મુક્ત થાય છે અને અંતે મુક્તિસુખને આપનાર બેધિ બીજને પામે છે. અહીં જિનગૃહમાં જિનબિંબને માર્જન, વિલેપન અને માળારોપણ કરવાથી અનુક્રમે સે, હજાર અને લાખ દ્રવ્યના દાનનું ફળ થાય છે. હે ઇંદ્ર ! અહીં પ્રભુની સામે ભક્તિપૂર્વક સંગીત કરે તેને જે પુણ્ય થાય છે તે વચનથી કહેવાને પણ અમે સમથે નથી. શત્રુંજયનું નામ સાંભળવાથી જે પુણ્ય થાય છે તેના કરતાં શત્રુંજ્યની નજીક આવવાથી શત્રુંજય નહીં દીઠા છતાં પણ ક્રોડગણું ફળ થાય છે અને જયારે તે દેખવામાં આવે છે ત્યારે તે અનંતગણું પુણ્ય થાય છે. સિદ્ધગિરિ હજુ બરાબર ન દેખાય છે તે વખતે પણ જેઓ સં. ઘની ઉત્કૃષ્ટ ભક્તિ કરે છે તેઓ એવું મોટું પુણ્ય ઉપાર્જે છે કે જે કાચની અવધિ પર્યત તેને લઈ જાય છે. આ તીર્થરાજમાં જે કોઈ ચારિત્રવંત સાધુને અશનાદિ હેરાવે છે તે કાર્તિક માસના તપનું ફળ મેળવે છે. જેઓએ આ ગિરિમાં આવીને મુનિજનેને પૂજયા નથી તેઓનું જન્મ, ધન અને જીવિત નિરર્થક છે. જેઓ જિનતીર્થોમાં, જિનયાત્રામાં અને જિનપર્વમાં મુનિઓને પૂજે છે તેઓ ગેલેક્યના ઐશ્વર્યને મેળવે છે માટે આ તીર્થમાં આવીને વિદ્વાન શ્રાવકોએ મુનિને પૂજવા, સેવવા અને માનવા; કારણ કે યતિના આરાધનથી યાત્રા સફળ થાય છે, નહીં તે તે નિષ્ફળ થાય છે.
હે ઈંદ્ર! વીતરાગપણું પ્રાપ્ત કરવામાં પણ પૂર્વભવમાં સાંભળેલી ગુરૂની વાણી મૂલનિદાનરૂપ છે, તેથી દેવતત્ત્વ કરતાં ગુરૂતત્ત્વ મોટું ગણાય છે. પંડિત પુરુષોએ કરેલું પાત્રદાન મોટા પુણ્યને અર્થ થાય છે અને તે પણ જે આ તીર્થમાં કર્યું હોય તો સુવર્ણને સુગંધ સમાન વિશિષ્ટ ગણાય છે. જેઓ આ તીર્થમાં અન્ન, પાન, વસ્ત્ર, ઉપાશ્રય, આસન અને પાત્રથી મુનિની ભક્તિ કરે છે તેઓ લક્ષ્મીથી
૧ સમ્યકત્વ૨ મૂળ કારણરૂપ.
For Private and Personal Use Only