________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાસ્ય.
[ સર્ગ ૧ લે. તેમાં વળી એ ગિરિરાજ તો ભગવાન શ્રી આદીશ્વરથી વિભૂષિત છે તેથી તપ જેમ દુષ્ટ કર્મોને ભેદે તેમ તે નિબિડ પાપને પણ ભેદે છે. જે તીવ્ર તપ તપ્યું હોય, ઉત્તમ દાન આપ્યું હોય અને જે જિનેશ્વર પ્રસન્ન થયેલા હોય તે જ આ ગિરિરાજની ક્ષણવાર પણ સેવા થાય છે. પૃથ્વી ઉપર બીજાં પુણ્યકારી જે સર્વ તીર્થો છે તે સર્વનું માહાસ્ય વાણુથી પ્રકાશ કરી શકાય છે પણ આ તીર્થંરાજનું માહામ્ય કહેવાને તે જગતના સર્વ ગુણને જોનારા કેવળી ભગવાનું પણ જાણતાં છતાં સમર્થ થતા નથી. આ તીર્થમાં રહેલા શ્રીયુગાદિપ્રભુના ચરણકમળની સેવા કરવાથી ભવ્ય પ્રા
ઓ સેવવાયેગ્ય, જગતને વાંદવાયેગ્ય અને નિષ્પાપ થાય છે. અહીં જે શીતળ અને સુગંધિ જળથી પ્રભુને સ્નાન કરાવે છે તેઓ શુભ કર્મથી નિર્મલ થાય છે. જેઓ પંચામૃતથી સ્નાન કરાવે છે, તેઓ પંચમ જ્ઞાન મેળવી પાંચમી ગતિને પામે છે. જેઓ શ્રીખંડચંદનથી પ્રભુની પૂજા કરે છે તેઓ અખંડ લક્ષ્મીઓયુક્ત થઈ કીર્તિરૂપી સુગંધીના ભાજન થાય છે. કપૂર (બરાસ)થી પૂજનારા પુરૂષ જગતમાં શ્રેષ્ઠ અને શત્રુના વિગ્રહથી રહિત થાય છે. કરતૂરી, અગરૂઅને કુંકુમ (કેશર)થી પૂજનારા જગતમાં ગુરૂ થાય છે. હે ઈંદ્ર! જેઓ ભક્તિથી પ્રભુનું અર્ચન કરે છે તેઓ ત્રણ જગતને પિતાની કીર્તિથી વાસિત કરી આ લેકમાં નિરોગી થાય છે અને પરલોકમાં સદ્દગતિને પામે છે. જેઓ સુગંધી પુષ્પથી આદર સહિત પૂજા કરે છે તેઓ સુગંધી દેહવાળા અને ત્રિલેવાસી લેકને પૂજવા ગ્ય થાય છે. બીજી પણ સુગંધી વસ્તુથી પૂજનારા સમકિતવંત શ્રાવકે સમાધિવડે આ સ્થાનમાં જ સિદ્ધિપદને પામે છે. પ્રભુની પાસે સાધારણ ધૂપ કરવાથી એકપક્ષ ઉપવાસનું ફળ મળે છે અને કર્પરાદિ મહાસુગંધી પદાર્થો વડે ધૂપ કરવાથી માપવાસનું ફળ મળે છે. પ્રભુની વાસક્ષેપવડે પૂજા કરવાથી મનુષ્ય સર્વ વિશ્વને વાસિત કરે છે, વસ્ત્ર ધરવાથી વિશ્વમાં આભૂષણરૂપ થાય છે, પૂજન કરવાથી દેવતાને પણ પૂજવા ગ્ય થાય છે, અખંડ અક્ષત ચડાવ્યાથી અખંડ સુખસંપત્તિ પામે છે, અને મનોહર ફળ ઢેકવાથી મનોરથ સફળ થાય છે. જેઓ પ્રભુની સ્તુતિ કરે છે તેઓ પિતે સ્તવાય છે, જેઓ દીપક કરે છે તેઓના દેહની કાંતિ પ્રદીપ્ત થાય છે અને અત્યંત હર્ષથી પ્રમુદિત થઈને નૈવેદ્ય ધરનારા, પિતાને થનારા સુખની સંખ્યા પણ જાણી શકતા નથી. આરતિ ઉતારનારાને યશ, લક્ષ્મી અને સુખ થાય છે અને તે આરતિને પામીને પછી તેઓ કોઈ દિવસ પણ સાંસારિક આત્તિ (પીડા) પામતા નથી.
૧ આકરા. ૨
ગતિ. ૩ સુગંધી.
For Private and Personal Use Only