________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાસ્ય.
[ સર્ગ ૧ લો. આવી કુમાર્ગનું ખંડન કરે છે. વળી જેઓ આ પુંડરીકને આશ્રય કરી રહ્યા છે તે ભ્રમર થતા નથી અને જેઓ તેને નથી સેવતા તે બ્રમરના જેવા મલીન થાય છે. ઉત્પત્તિ, વિગમ અને ધ્રુવ એ ત્રિપદીને પ્રાપ્ત કરી જેઓ આ પુંડરીક ગિરિને આશ્રય લે છે તેઓ જલમાં ઉત્પન્ન થયેલા ભ્રમર સહિત પુંડરીક( કમલ)ને હસી કાઢે છે. રાજાઓ પણ પુંડરીક’ એવા નામને ધારણ કરનારું છત્ર મસ્તક પર ધારણ કરે છે, નહીં તો તેને અખંડ લક્ષ્મી કેમ ફુરણાયમાન થાય ? એ સર્વ પુંડરીક નામનો મહિમા છે.
આ જગતમાં સદ્ભવ્ય, સંકુલમાં જન્મ, સિદ્ધક્ષેત્ર, સમાધિ, અને ચતુર્વિધ સંધ એ પાંચ સકાર દુર્લભ છે. પુંડરીક પર્વત, પાત્ર, પ્રથમ પ્રભુ (કષભદેવ), પરમેષ્ટી અને પર્યુષણ પર્વ એ પાંચ પકાર દુર્લભ છે. તેવી જ રીતે શત્રુંજય, શિવપુર, (મેક્ષનગર) શત્રુંજ્યા નદી, શાંતિનાથ, અને શમવંતને દાન એ પાંચ શકાર પણ દુર્લભ છે. જે સ્થાનકે મહંત પુરુષ એકવાર આવીને રહે તે તીર્થ કહેવાય છે પણ અહીં તો અનંત તીર્થકર આવેલા છે તેથી આ મહાતીર્થ ગણાય છે. હે ઈંદ્ર ! આ તીર્થે અનંત તીર્થંકરે આવીને સિદ્ધ થયા છે અને અસંખ્યાત મુનિવરો પણ સિદ્ધિપદને પામ્યા છે તેથી આ શત્રુંજય તીર્થ મોટું ગણાય છે. જે સ્થાવર અને ત્રસજંતુઓ સદા આ તીર્થમાં રહે છે તેઓને ધન્ય છે અને જેઓએ આ તીર્થ એકવાર પણ જોયું નથી તેમના જીવિતને ધિક્કાર છે.
આ ગિરિઉપર મયૂર, સર્પ, અને સિંહ વિગેરે હિંસક પ્રાણીઓ પણ જીને શ્વરનાં દર્શનથી સિદ્ધ થયેલા છે, થાય છે અને થશે. બાલ્યાવસ્થામાં, યૌવનમાં, વૃદ્ધિપણે અને તિર્યંચ જાતિમાં પણ જે પાપ કરેલું હોય તે આ સિદ્ધાદ્રિને સ્પર્શ કરવાથી લય પામી જાય છે. એકવાર ફક્ત આ તીર્થનું સેવન કરવું તેજ દાન, તેજ ચારિત્ર, તેજ શીળ, તેજ ત્રિધા તપ અને તેજ ધ્યાન સમજવું. આ ઉત્તમ ક્ષેત્રમાં લેશ માત્ર દ્રવ્ય પણ જે વાગ્યું હોય તો તે અત્યંત ફળિત થઈ જે શ્રેય આપે છે તે જ્ઞાની પુરૂષ શિવાય બીજું કઈ જાણી શકતું નથી તે જેઓ વિધિવડે ઘણું ભક્તિથી પોતાનું લાખ દ્રવ્ય જિનપૂજનથી સફલ કરે છે તેઓ તે
૧ અહીં અલંકાર થાય છે કે, જે પુંડરીક એટલે કમલને આશ્રય કરે તે ભ્રમર કહેવાય છે. પણ અહીં એક આશ્ચર્ય છે કે, આ પુંડરીકનો આશ્રય કરનારા ભ્રમર એટલે સંસારમાં ભમનારા થતા નથી અને જેઓ આશ્રય કરતા નથી તે ભ્રમરાના જેવા મેલીનકાળા કિલષ્ટ કર્મોવાળા થાય છે. ૨ નાશ.
For Private and Personal Use Only