________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લે. ]
પુંડરીક ગિરિનો મહિમા. શુદ્ધબુદ્ધિવાળે પ્રાણી બીજા તીર્થમાં કોડ પૂર્વ પર્યત શુભધ્યાન કરવાથી જે સત્કર્મ બાંધે છે, તેટલું સત્કર્મ અહીં એક મુહૂર્તમાત્ર શુભધ્યાન કરવાથી બંધાય છે. જેણે શત્રુંજ્ય ગિરિનું સ્મરણ કર્યું તેણે સર્વ તીર્થો, સર્વ ધાર્મિક પર્વો અને અનેક પ્રકારનાં તપ તથા દાનધર્મ નિત્ય આરાધ્યાં છે એમ જાણી લેવું. હે ઈંદ્ર ! ત્રણ જગતમાં આના જેવું બીજું પરમ તીર્થ નથી કે જેનું એકવાર ફક્ત નામ સાંભળ્યું હોય તે પણ પાપનો ક્ષય થાય છે. સ્પર્શ કરવાથી પણ મુક્તિને આપનારા આ પચાશ જન વિસ્તારવાળા ક્ષેત્રમાં મરણમાત્રવડે ઈત્યાદિક દેને હરનારું આ મુખ્ય શિખર છે. જેણે મનુષ્યજન્મ પામ્યા છતાં અને સદગુરૂ પાસેથી સમ્યક્તને સંપાદન કર્યા છતાં પણ જો આ તીર્થને પૂછયું નહીં તે તેનું તે સર્વ વૃથા છે. જ્યાં સુધી આ શત્રુંજય તીર્થ પૂછ્યું નથી ત્યાં સુધી જ તેને ગર્ભવાસ છે તથા તેનાથી ધર્મ દૂર રહે છે. પ્રભુના ચરણતળમાં વૃષભને લાંછનરૂપે ધર્મ રહેલો છે તે આહીં (શત્રુંજય) આવેલા પુરુષને દેખીને તેને ઘણું ભાવથી ભજે છે. હે મૂઢ પ્રાણુ! “ધર્મ ધર્મ” એવું મુખે મરણ કરતો તું શા માટે ભમ્યા કરે છે? એકવાર ફક્ત શત્રુંજય પર્વતનું તું અવલોકન કર. જેણે શત્રુંજયની યાત્રા કરી નથી અને ત્યાં રહેલા શ્રીષભદેવને પૂજા નથી તે પિતાને જન્મ ફોગટ હારી ગયા છે. બીજાં તીર્થોમાં સેંકડો યાત્રા કરવાથી પ્રાણીને જે પુણ્ય થાય છે તેટલું પુણ્ય આ ગિરિરાજની એક વેળા યાત્રા કરવાથી થાય છે.
આ ગિરિરાજ, પ્રાણીના કાદવરૂપ કમને ધોઈ નાંખી તેને વિમલ કરે છે તેથી વિમલાદ્રિ કહેવાય છે. અને તે પ્રાણીઓને અઘસમૂહને નાશ કરીને ક
લ્યાણ કરનાર થાય છે. “હે પુંડરીકાલિ (કમલના જેવા લેનવાળી) આ પંડરીક ગિરિને જો–” એવી પ્રેરણા કરવાથી અને એમ સાંભળવાથી પુરૂષ અને સ્ત્રી બન્નેનાં પાપનો ક્ષય થઈ જાય છે. જે સારી વાસનાવાળો પુરૂષ હંમેશાં પુંડરીક ગિરિનું ધ્યાન કરે છે તે આ સંસારના તાપને છેદીને પરમપદ પ્રત્યે જાય છે. એક પંડરીકથી સર્વ જગત તાપરહિત થાય છે તો બે પુંડરીવડે અતિ સુખ થાય તેમાં શું કહેવું ? જે એક ચિત્તથી એકવાર પુંડરીકને સેવે તેને એક પુંડરીક પણ હંમેશાં સુખની વૃદ્ધિ કરે છે. સરોવર અને સમુદ્ર પ્રમુખ એક દિશાને પણ આ લ્હાદુ કરી શકતા નથી પણ પુંડરીક ગિરિની તો એક કર્ણિકા પણ સર્વ જગતના હર્ષનેમાટે થાય છે.
પુંડરીકરૂપ ગુરૂએ જડતામાંથી મુક્ત કરેલા પ્રાણુઓ પ્રમાણના સ્થાન પર
For Private and Personal Use Only