________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લે. ]
શત્રુંજય મહિમવર્ણન. ઉત્તમ પુરુષો જ ગણાય છે. કેઈપણ પુરૂષ આ તીર્થમાં યાત્રા, પૂજા, સંઘની રક્ષા અને જાત્રાળુ લોકોને સત્કાર કરે છે તો તે પોતાના ગોત્ર સહિત સ્વર્ગલેકમાં પૂજાય છે. અને જે અહીં આવેલા જાત્રાળુઓને બધે છે વા તેનું દ્રવ્ય હરણ કરે છે તો તે પાપના સમૂહથી પરિવાર સાથે ઘર નરકમાં પડે છે. તેથી સુખને સંપાદન કરવા અને જન્મનું સાફલ્ય કરવા ઇચ્છનારા પુરૂષોએ મનવડે પણ જાત્રાળુ લેકોને દ્રોહ ચિંતવવો નહીં. અન્ય તીર્થમાં કરેલું પાપ એક જન્મ સુધી અનુસરે છે અને આ સિદ્ધગિરિમાં કરેલું પાપ તો ભવે ભવે વૃદ્ધિ પામે છે. હે ઇંદ્ર! સ્વર્ગમાં અને પાતાલમાં જેટલા જિનબિંબ છે તે સર્વના પૂજન કરતાં પણ અહીંના જિનબિંબના પૂજનથી વિશેષ ફળ થાય છે. વળી હે ઈંદ્ર! જે ચિંતામણિ હાથમાં હોય તે દારિદ્રયને ભય કેમ રહે? સૂર્ય ઉદય પામ્ય સતે લેકોને અંધપણું કરનાર - ધકાર શું કરી શકે ? વરસાદનો પ્રવાહ પડતો હોય ત્યારે દાવાનળ કેવી રીતે વનને બાળી શકે ? અગ્નિ પાસે હોય ત્યારે ટાઢને ભય ક્યાંથી લાગે ? કેશરી સિંહ હોય ત્યાં મૃગલાથી શો ભય રહે? ગરૂડને આશ્રય કરનાર પુરૂષને ઉપદ્રવ કરવા મોટે નાગ પણ કેમ સમર્થ થઈ શકે ? કલ્પવૃક્ષ આંગણે હોય ત્યારે તડકાને ભય તે શેનેજ લાગે ? તેમ શત્રુંજય તીર્થરાજ પાસે હોય ત્યારે નરકને આપનાર પાપને ભય ચિત્તમાં શા માટે રખાય ? કેમકે જ્યાં સુધી ગુરૂના મુખથી “શત્રુંજય” એવું નામ સાંભળ્યું નથી ત્યાં સુધી જ હત્યાદિક પાપ ગર્જના કરે છે, પછી કાંઈ પણ કરી શકતાં નથી.
હે ઇંદ્ર! જે પ્રમાદી છે તેમણે પણ પાપથી જરાપણ ભય રાખવો નહીં પરંતુ તેઓએ એકવાર શ્રીસિદ્ધગિરિની કથા સાંભળવી. સિદ્ધક્ષેત્રમાં એક દિવસ સર્વજ્ઞ ભગવાનની સેવા કરવી શ્રેષ્ઠ છે, લાખો તીર્થોમાં કલેશકારી પરિભ્રમણ કરવું શ્રેષ્ઠ નથી. પુંડરીક ગિરિની યાત્રા કરવા જવાની ઈચ્છા રાખનાર પુરૂષોનાં કેટીભવનાં પાપ પગલે પગલે લય પામી જાય છે, અને એ ગિરિરાજ તરફ એક પગલું ભરે ત્યાં જ પ્રાણ કોટી ભવનાં પાપથી મુક્ત થાય છે. સિદ્ધગિરિને સ્પર્શ કરનારા પ્રાણીઓને રોગ, સંતાપ, દુઃખ, વિયેગ, દુર્ગતિ અને શોક થતાં જ નથી. સુબુદ્ધિવાળા મુમુક્ષુએ એ તીર્થરાજમાં જઈને તેના પાષાણ દવા નહીં, પૃથ્વી ખોદવી નહીં અને વિઝા મૂત્ર કરવાં નહીં. એ ગિરિરાજ પિતેજ તીર્થરૂપ છે. જે દર્શન અને સ્પર્શથી ભક્તિ અને મુક્તિસુખના સ્વાદને આપે છે, તેને કયા પુરૂષ ન સેવે?
૧ સાંસારિક સુખ. દેવમનુષ્યાદિસંબંધી.
For Private and Personal Use Only