________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો. ] ગિરિરાજના મહિમાનું સંક્ષિપ્ત વર્ણન.
૩૧ જેને વળગ્યાં હોય તે પણ જે આવી તેનું પૂજન કરે તે એ દોષથી મુક્ત થાય છે. - એની પૂજા કરનારના અંગઉપર એકાંતરે તાવ, તરીઓ તાવ, કાળજવર અને ઝેર, અસર કરી શકતાં નથી. એ વૃક્ષનાં પત્ર, પુષ્પ કે શાખા પ્રમુખ સ્વતઃ પડેલાં હોય તો તે લઈ આવીને જીવની પેઠે સાચવી રાખવાં, જેથી તે સર્વ અરિષ્ટને નાશ કરે છે. એ રાયણને વચ્ચે સાક્ષી રાખી જેઓ મૈત્રી બાંધે છે તેઓ સમગ્ર ઐશ્વર્ય સુખ મેળવીને પ્રાંતે પરમપદને પામે છે.
હે ઈંદ્ર! એ રાયણના વૃક્ષથી પશ્ચિમ તરફ એક દુર્લભ રસકૂપિકા છે. એના રસના ગંધ માત્રથી લેખંડ મટીને સુવર્ણ થાય છે. જેણે અષ્ટમ તપ કર્યું હોય અને દેવની પૂજા તથા પ્રણામ ઉપર જે ભાવિક હોય, તે કોઈ વિરલ પુરૂષ, એ રાયણના પ્રસાદથી તે રસકૂપિકાનો રસ મેળવી શકે છે. જે એક રાજદની ફક્ત પ્રસન્ન હોય તો તેને કલ્પવૃક્ષ, દિવ્ય ઔષધી, કે સિદ્ધિની શી જરૂર છે? હે ઈંદ્ર! એ વૃક્ષની નીચે ત્રણ જગતના લેકોએ સેવેલી શ્રીયુગાદીશની પાદુકા છે તે મહાસિદ્ધિને આપનારી છે તે તમને સુખને અર્થે થાઓ. તેની ડાબી અને જમણીબાજુ શ્રીષભપ્રભુના પ્રથમ ગણધર શ્રી પુંડરીકની બે મૂર્તિ છે તે તમને બન્ને લેકના સુખને માટે થાઓ. આ પર્વત ઉપર મરૂદેવા નામના શિખરઉપર રહેલા, કટી દેવતાઓએ સેવવાગ્યે શ્રી શાંતિનાથ ભગવાન સમસ્ત સંધની શાંતિને માટે થાઓ. '
હવે આ તીર્થને સર્વકાળ શુભકારી અને ચમત્કાર ભરેલે પ્રભાવ સમગ્રપણે કહું છું. શ્રીઆદીનાથપ્રભુ, પુંડરીક ગણધર, રાયણ, પાદુકા અને શ્રી શાંતિનાથજીનું જેઓ સૂરિમંત્રવડે મંત્રેલા અને શુદ્ધ જલથી ભરેલા એક સો ને આઠ કુંભવડે ગંધપુષ્પાદિક સહિત, મંગલિપૂર્વક સ્નાત્ર કરે છે તેઓ આ લેકમાં રાજ્ય, બુદ્ધિ, લક્ષ્મી, કીર્તિ, સુશપણું, ઘનાગમ, સ્ત્રીપુત્રની સંપત્તિ, સૌભાગ્ય, આરોગ્ય, લક્ષ્મી, સર્વમરથ, આનંદ, અને નિર્દોષપણું પ્રાપ્ત કરે છે અને પરલેકમાં ઉત્તમ વગેમેક્ષાદિકને મેળવે છે. વળી શાકિની, ભૂત, વેતાળ અને વ્યંતરેના દોષ એ અષ્ટોત્તરશત સ્નાત્રના જળથી દૂર થાય છે. તેમજ તે રખાત્રજલના સિંચનથી, જયેષ્ઠા, અશ્લેષા, મઘા, મૂળ, ભરણું અને ચિત્રા વિગેરે કુનક્ષત્રોમાં જ
મેલા પ્રાણીઓના વિકાર પણ દૂર જાય છે. તે જળના બીજા પણ અનેક પ્રકારના પ્રભાવ છે પણ અહીં એકી સાથે સર્વકાલિક મહિમા કહે છે.
આ નિર્દોષ તીર્થ ક્ષલક્ષ્મીને સંગમ કરવાના એક ચોકકરૂપે જયવંત વર્તી
For Private and Personal Use Only