________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭
ખંડ ૧ લો.]
શત્રુંજય મહિમા વર્ણન. હે ઈંદ્ર! આ તીર્થમાં પ્રભુને નમનારા નમાય છે અને ગીત પૂજા કરનારા ગવાય છે અર્થાત પ્રભુની જેવી ભક્તિ કરીએ તેવું ફળ પ્રાપ્ત થાય છે. પ્રભુની પાસે જે દીપક કરે તો તેને સંસાર સંબંધી અંધકાર નાશ પામે છે. મંગળ દીપક કરવાથી મંગળિકો પ્રાપ્ત થાય છે. ઘણાં આભૂષણેથી પ્રભુને શણગારે તો તેઓ ત્રણ ભુવનના અલંકારભૂત થાય છે. જગત્પતિ પ્રભુની રથયાત્રાને માટે જે રથ આપે છે તેઓને ચક્રવર્તીની સંપત્તિ સ્વયંવરા થઈને સામી વરવા આવે છે. નીરાજન (આરતિ) કરવાથી નીરજ પણું (કર્મ રજરહિતપણું) પ્રાપ્ત થાય છે અને તેના પ્રતાપરૂપ તડકાથી શત્રુઓની શ્રેણે પરિતાપ પામે છે. જેઓ આ તીર્થમાં અશ્વ આપે છે તેમને સર્વતરફથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને ગજ આપવાથી ગજગામીની તેમજ શુભ વ્રતવાળી કામિનીઓ પ્રાપ્ત થાય છે. પ્રભુને પંચામૃત સ્નાન કરવાને માટે જે હર્ષથી ઉત્તમ ગોદાન આપે છે તે ગજવડે ગર્વિત થઈ ગોપતિ થાય છે. જે ચંદર, મહાછત્ર, સિંહાસન અને ચામર આપે તો જાણે થાપણ મૂક્યા હોય તેમ તેઓને તે પ્રાપ્ત થાય છે. ગુરૂની આજ્ઞાથી જે મહાવજ ચડાવે અથવા દવા ચડાવે છે તે અનુત્તર વિમાનમાં સુખ જોગવી શાશ્વતપદ પ્રાપ્ત કરે છે. જે આ તીર્થમાં સુવર્ણના રૂપાના કે તાંબા પીતળના કલશ કરાવે છે તેઓ સ્વમમાં પણ પીડા પામતા નથી અને શાશ્વત કલશ પ્રાપ્ત કરે છે. જે ઉત્તમ પટસૂત્રથી ગુંથેલી પરિધાપનિકા કરાવે છે તે વિશ્વમાં શૃંગારભૂત થાય છે. જે પૂજાને અર્થે ભૂમિનું દાન કરે તે તેવા ભાવવાળો પ્રાણી ભેગી થાય છે અને ગામ તથા આરામ આપે છે. ચક્રવર્તી અને સમ્યક્તિ થાય છે. મેટી માલા ધારણ કરાવી વિધિવડે આરતિ કરે તો તે દેવતાઓને સેવક કરી સ્વર્ગની સંપત્તિઓ ભેગે છે. આ તીર્થમાં જિનપૂજામાં જે પુષ્પની દશ માળા ચડાવે તો ચતુર્થ તપનું ફળ થાય છે અને તેથી અનુક્રમે દશ દશ ગણી માળાઓ અર્પણ કર્યાથી ષષ્ટમ, અષ્ટમ, પાક્ષિક અને માસપણ વિગેરે તપનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અન્ય સ્થાનકે સુવર્ણ, ભૂમિ અને અલંકારાદિ આપવાથી જેટલું પુણ્ય ન થાય તેટલું પુણ્ય અહીં એક ઉપવાસ કરવાથી થાય છે. બીજા તીર્થમાં બહુ કાલસુધી ઉગ્ર તપ કરવાથી અને બ્રહ્મચર્યથી જેટલું પુણ્ય થાય તેટલું અહીં એક ઉપવાસથી થાય છે.
અહીં પુંડરીક મુનિને સંભારવાપૂર્વક દશ પ્રકારનાં પચ્ચખાણ કરનાર પુરૂષ વિઘરહિત એવા સર્વ મનોરથને પ્રાપ્ત કરે છે. ષષ્ઠમ તપ કરે તો સર્વ સંપત્તિને
૧ ગાયનું દાન. ૨ પૃથ્વીને પતિ-રાજા. ૩ આંગી. ૪ વાડી, બાગ.
For Private and Personal Use Only