________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો. ] શત્રુંજયનાં નામે.
- ૨૧ પણ તિર્યંચો મહાબલવંત, પરજાતિ ઉપર મત્સરરહિત, કરતા વિનાના અને નિર્ભય થઈને રહેલા છે હે ઇંદ્ર! જે દેશમાં મોટા કિલ્લાથી શોભતાં ઉંચાં શહેરો આવેલાં છે કે જેઓ અહંતના ચૈત્ય ઉપર રહેલી ચલાયમાન ધ્વજાએથી જાણે સ્વર્ગના નગરની સાથે મળી જતાં હોય એમ જણાય છે; જૈન સાધુઓના મુખકમળમાંથી નીકળતા સિદ્ધાંતસારથી જેઓનાં પાપ લય થઈ ગયાં છે એવા પુણ્યવાન અને ધનાઢય લોકો જે નગરમાં વસે છે; વળી જે દેશમાં નગરો ઉંચા મેહેલેથી સુંદર તથા અખિલ વસ્તુથી ભરેલાં છે અને જયાં યાચકેના સમૂહ કૃતકૃત્ય થયેલી છે તે સૌરાષ્ટ્રદેશના મુગટરૂપ આ શત્રુંજય પર્વત છે.
સમરણમાત્રથી પણ તે ઘણું પાપને નાશ કરનાર છે. હે ઇંદ્ર! કેવળજ્ઞાનવડેજ આ ગિરિનું સર્વ માહાસ્ય જાણી શકાય છે, પણ તે સર્વ કેવળીથી પણ કહી શકાતું નથી, તથાપિ તમારા પૂછવાથી હું સંક્ષેપમાત્ર કહું છું. કારણકે જાણ્યા પછી કહેવાની શક્તિ હોય તે પ્રમાણે પણ ન કહેતાં જે મૌન રહે છે તો તે મુંગા માણસે રસને સ્વાદ લીધા જેવું થાય છે. ત્રણ લેકના ઐશ્વર્યના ધામરૂપ આ ગિરિરાજના નામમાત્રથી પણ, જેમ પાર્શ્વનાથના નામથી સર્પનું વિષ ઉતરી જાય છે, તેમ પાપમાત્ર નાશ પામે છે. શત્રુંજય, પુંડરીક, સિદ્ધિક્ષેત્ર, મહાચળ, સુરશૈલ, વિમળાદ્રિ, પુણ્યરાશિ, શ્રેયાપદ, પર્વદ્ર, સુભદ્ર, દૃઢશક્તિ, અકર્મક, મુક્તિગેહ, મહાતીર્થ, શાશ્વત, સર્વકામદ, પુષ્પદંત, મહાપ, પૃથ્વીપીઠ, પ્રપદ, પાતાળમૂળ, કેલાસ, અને ક્ષિતિમંડળમંડન, ઈત્યાદિક અતિ સુખદાયક એવાં એકસો ને આઠ નામ આ તીર્થંનાં છે. (તે નામો સુધર્મ ગણધરે રચેલા મહાકલ્પસૂત્રમાંથી જાણી લેવાં.) આ નામ જે પ્રાતઃકાળમાં બોલે વા સાંભળે. તેને સંપત્તિ પ્રાપ્ત થાય છે અને વિપત્તિ ક્ષય પામે છે. આ સિદ્ધાદ્રિ, સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ છે, સર્વ પર્વતોમાં ઉત્તમ પર્વત છે, અને સર્વ ક્ષેત્રોમાં ઉત્તમ ક્ષેત્ર છે. હે ઈંદ્ર! યુગની આદિમાં મોક્ષદાયક પ્રથમ તીર્થે આ શત્રુંજય હતું, બીજ તીર્થો તેની પછી થયેલાં છે. હે સુરેશ્વર ! આ ગિરિરાજનાં દર્શન થવાથી, પૃથ્વીમાં જે પવિત્ર તીર્થો - હેલાં છે તે સર્વેનાં દર્શન કરેલાં ગણાય છે. પન્નર કર્મભૂમિમાં નાના પ્રકારનાં અનેક તીર્થો છે પણ તેઓમાં આ શત્રુ સમાન પાપનાશક કઈ તીર્થ નથી. બીજા પુર, ઉઘાન કે પર્વતાદિક કૃત્રિમ તીર્થોમાં જપ, તપ, નિયમ, દાન અને સ્વાધ્યાયક. રવાથી જે પુણ્ય ઉપાર્જન થાય છે તેથી દશગણું જૈન તીર્થોમાં તે તે કાર્યો કરવાથી થાય છે, સોગણું જંબૂવૃક્ષ પર રહેલા ચૈત્યમાં થાય છે, સહસ્ત્રગણું શાશ્વત એવા
For Private and Personal Use Only