________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.]
સૌરાષ્ટ્ર દેશનું વર્ણન. નાશ કરવાને અર્થે ગંભીરવાણુથી વિસ્તાર કે સંક્ષેપવિના તીર્થનું માહાસ્ય કહેવા લાગ્યા.
હે સુરરાજ ! સર્વ તીર્થોના અધિરાજ આ શત્રુંજય ગિરિનું માહાભ્ય, કહેનાર અને સાંભળનાર બન્નેને પુણ્યને અર્થ થાય છે તે તું ફુટ રીતે સાંભળ.
સંપૂર્ણચંદ્રના જેવો વર્તુલ અને લાખ એજનના વિસ્તારવાળો આ જંબૂદ્વીપ નામને દ્વીપ છે, તે અનુપમ લક્ષ્મી વડે શોભી રહેલો છે. તેમાં આવેલું શાશ્વત જંબુ વૃક્ષ “મારી શાખાઓની ઉપર જિન ચે રહેલાં છે” એવા હર્ષથી પિતાના પલવડે નિરંતર નૃત્ય કરી રહેલું છે. તે દ્વીપમાં ભારત, હેમવંત, હરિવર્ષ, વિદેહ, રમ્યક, હિરણ્યવંત અને ઐરાવત નામે સાત ક્ષેત્રો છે અને તે ક્ષેત્રોના અંતરમાં આવેલા હિમવાન, મહાહિમવાન, નિષધ, નીલવાન, રૂપી અને શિખરી નામના છ વર્ષધર પર્વતો છે. તે પર્વતો પૂર્વ અને પશ્ચિમે લવણસમુદ્રપર્યત લાંબા તથા શાશ્વત ચોથી મંડિત છે. મહાવિદેહ ક્ષેત્રના મધ્યમાં લાખો શિખરોથી અલંકૃતિ એ સુવર્ણ મેરૂગિરિ આવેલ છે. તે પૃથ્વીના નાભિસ્થાનમાં રહેલું છે, એક લાખ જન ઉંચે છે, વનની શ્રેણીથી વિરાજીત છે અને શાશ્વત ચે, ચૂળિકાઓ તથા ચળકતા રતોનાં કિરણોથી તે ઘણે સુંદર લાગે છે.
એ સર્વ ખંડમાં આ ભરતખંડને અમે પુણ્યથી ભરેલ માનીએ છીએ. કારણકે જેમાં દુઃષમ કાળ પ્રવર્તતાં છતાં પણ પ્રાણુઓ પુણ્યવંત થાય છે. તે બંને ડમાં દુનીતિને ત્રાસ કરનાર, સાત ઈતિવિનાને, પ્રીતિવંત પ્રજાવાળો અને સર્વ દેશેમાં મુખ્ય એ સુરાષ્ટ્ર (સેરઠ) નામે આ દેશ છે. જે દેશમાં અલ્પજલથી ધાન્ય પેદા થાય છે, અલ્પપુણ્યથી સલ્ફળ પ્રાપ્ત થાય છે અને અલ્પ પ્રયલથી કષાયનો નાશ થાય છે. જ્યાં આવેલા સર્વ જલાશનાં જલ નિર્દોષ છે, પર્વતે પવિત્ર છે અને પૃથ્વી સદા રસાય તથા સર્વ ધાતુમય છે. રથાને સ્થાને સર્વ પાપને હરનારાં તીર્થો, પવિત્ર જલવાળી નદીઓ અને પ્રભાવમય દ્રહો છે. પ્રફુલ્લિત અને સુગંધી કમળવાળાં સરોવર તથા શીતળ અને ઉષ્ણ જળથી મંડિત એવા કુંડો જયાં આવેલા છે. પગલે પગલે નિધાને છે, પર્વત પર્વતે મહાપ્રભાવિક ઔષધિઓ છે તથા સદા ફળે તેવાં વૃક્ષો રહેલાં છે. જ્યાં જાણે પૂર્વે વાવ્યું હોય તેમ સ્વયમેવ ધાન્ય પેદા થાય છે અને તીર્થસ્થાનના ફળને આપનારી પવિત્ર મૃત્તિકા છે. જ્યાં આદિના
૧ આ આખું ચરિત્ર વીરપરમાત્માના મુખથી કહેવાય છે અને તેના સારરૂપ ગ્રંથ કર્તાએ લખેલું છે. ૨ સૌરાષ્ટ્ર ને હાલ કાઠિયાવાડ કહેવામાં આવે છે. '
For Private and Personal Use Only