________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
ખંડ ૧ લો. ] ગિરિરાજના માહાતમ્યસંબંધી ઇદ્રના પ્રશ્નો. “વિગેરેની સેવાથી આત્માને વૃથા દુઃખ શામાટે આપ છો ? તેજ રાજાને જે રાજા“પણું આપનાર છે તે ધર્મની સેવા કરે. કેઈ ઠેકાણે ધર્મવિના કોઈપણ મેળવી શકાતું નથી. વિચારો કે કેટલાએક દુઃખ સહન કરે છે અને કેટલાએક સારા ભેગ ભગવે છે તો ત્યાં ધર્મનું જ પ્રમાણ છે.
હે પ્રાણીઓ! કઈ વખતે પણ તમે રાગાદિકને વશ થશો નહીં, કારણ કે “એ રાગાદિક થોડુંક સુખ કરી દેખાડી) અંતે નરકાદિકમાં નાખે છે. હું ધારું છું કે,
બીજા કોઈ નહીં પણ વિષય એજ ખરેખરા શત્રુઓ છે કે જેઓ પ્રથમ આરંભમાં “રમ્ય જણાય છે અને અંતે સર્વનો ઘાત કરે છે. જેઓની પાસે ધર્મરૂપી સૂર્ય તી“કાંતિએ પ્રકાશ નથી તેઓની તરફ એ વિષયે અંધકારની પેઠે અનિવારિતપણે
પ્રવર્તે છે. પ્રમાદરૂપ પડળથી જેઓનાં ભાવનેત્ર' નાશ પામ્યાં છે એવા પ્રાણીઓ “કુમાર્ગ ચાલી દુઃખરૂપ હિંસક પ્રાણુઓથી ભરેલા નરકરૂપી અરણ્યમાં પડે છે. “પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્રના દર્શનવડે પ્રત્યક્ષપણે ધર્મારાધન વડે વાંચ્છિત સુ
ખને લાભ દેખાતાં છતાં પણ ધર્મનું ઉજવળ અને પ્રત્યક્ષ માહાભ્ય આ પ્રાણી “જાણતાં છતાં જાણતા નથી. દિવસ ને રાત્રિ, સુખ ને દુઃખ, તેમજ જાગ્રત ને નિદ્રાવસ્થા જોવાથી પુણ્ય પાપનું ફળ પ્રત્યક્ષ જણાય છે. જે શુદ્ર એવા રાક્ષસ, સિહ અને સપદિક પણ પુણ્યવાનું પ્રાણને ઈજા કરવા જરાપણ સમર્થ થઈ શકતા નથી, “એજ ધર્મનું પ્રત્યક્ષ મહામ્ય, સર્વત્ર ફુરણાયમાન છે. માટે ધર્મને દ્રોહ કરનાર બલવાનું પ્રમાદ સર્વથા છોડી દે, કારણ કે જ્યારે તેનાથી ધર્મ હણાય છે ત્યારે દેહમાં વ્યાધિ અને બંધાદિ વિપત્તિઓ ઉત્પન્ન થાય છે. હે પ્રાણુઓ ! આવી રીતે ચિત્તમાં પુણ્યપાપનું ફળ વિચારીને જેનાથી કલ્યાણની સિદ્ધિ થાય છે એવા “તે ધર્મને ભજો.
એવી રીતે ધર્મરૂપી અમૃતને ઝરનારા જગદગુરૂના વચનનું પાન કરીને શ્રોતાલેકે અખંડિત હર્ષને પ્રાપ્ત થયા. તે વખતે સર્વ સભાના લેકે અમૃતથી જાણે તૃપ્ત થયા હોય, ચાંદનીથી જાણે વ્યાપ્ત થયા હોય, અને નિધાનલબ્ધિથી જાણે સંપન્ન થયા હોય તેવા દેખાવા લાગ્યા. કોઈ સંયમને ગ્રહણ કરવા લાગ્યા, કોઈ સમક્તિને પ્રાપ્ત થયા, અને કોઈ હર્ષથી ભદ્રક ભાવવડે યુક્ત થયા. સદા પુણ્યકર્મમાં પ્રવૃત્ત એ સૌધર્મેદ્ર-ભક્તિયુક્ત થઈ શત્રુંજય તીર્થને, ત્યાં પધારેલા પ્રભુને, ત્રણ જગતના જનોએ પૂછત એવી યુગાદિ જિનની પ્રતિમાને, ઝરતા દૂધવાળી
૧. જ્ઞાનરૂપ નેત્ર.
For Private and Personal Use Only