________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.]. ઈકે કરેલી ભગવંતની સ્તુતિ.
૧૫ હર્ષનાં અશ્રુ જેના નેત્રોમાં આવેલાં છે એવો સૌધર્મેન્દ્ર રોમાંચરૂપી ચુકને ધારણ કરતો આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે.
હે સ્વામિનાહે જિનાધીશ! હે દેવ ! હે જગત્મભુ! તમે જ્ય પામે. હે લેક્ષમાં તિલકરૂપ! આ સંસારને તારનારા તમે જય પામે. હે દેવાધિદેવ ! પૂ“જવા ગ્ય, કરૂણના સાગર, અને સંસારીઓને શરણ કરવા લાયક એવા તમે કરૂણકર પ્રભુ જય પામો. હે અહંન! જંગમ કલ્પવૃક્ષરૂપ, પરમેશ્વર,પરમેષ્ટી, અનંત, અવ્યક્ત અને નિરંજન એવા તમે જયવંત વૉ. હે સિદ્ધ! સ્વયંબુદ્ધ, સર્વ તત્ત્વના સમુદ્ર, સર્વ સુખના આગાર, અને મહેશ્વર એવા હે નાથ ! તમે જ્યવંત વર્તો. હે પ્રભુ! તમે અનાદિ, અનંત અને અવ્યક્તસ્વરૂપને ધારણ કરનારા છે. સુર અ“સુર અને મનષ્યના સ્વામીઓ તમને જ નમસ્કાર કરે છે. હે જગત્પતિ! તમા“રાથી આ જગતને અમે ધન્ય માનીએ છીએ. કારણ કે અન્ય દર્શનીઓના કુત“કથી તમે અભેદ્ય છો. હે ઈશ્વર ! તમારાથી અમે મોક્ષસુખના આનંદની સ્પૃહા રાખીએ છીએ. હે નાથ! તમારા અતુલ માહાભ્યને દેવતા પણ જાણી શકતા “નથી. હે સર્વ તત્ત્વને જાણનારા પ્રભુ ! જે પરબ્રહ્મ છે તે પણ ફક્ત તમારેવિષેજ પ્રાપ્ત થાય છે તેથી હે ભગવન્! વિદ્વાન લેકે, મુક્તિ સર્વદા તમારે જ આધીન છે એમ કહે છે. હે ઈશ્વર ! આ જગતને ઉદ્ધાર કરવાને માટે તમે મનુષ્યસ્વરૂપને પામ્યા છો; નહીં તો મુખવંધ્યા જેવી આ સૃષ્ટિ, અસુષ્ટિ સમાન થઈ જાત. હે દયાળુ! બીજા સર્વ દેવોમાં તમારા અંશવડે કરીને જ દેવપણું ગણાય છે, કારણ કે બીજા મતના વિદ્વાને પણ વીતરાગપણામાંજ મુક્તિ માને છે. હે જગત્પ! નિશ્ચયથી તમેજ પરમેશ્વર છે કેમકે રાગદ્વેષવડે ભરેલા બીજા દેવોમાં તત્ત્વથી દેવપણાનીયેગ્યતા ઘટતી જ નથી. હે નાથ! ભાગ્યહીન લેકે અન્ય દેવની પેઠે તમને “જોઈ શકતા નથી, કેમકે પૃથ્વીમાં બીજાં રોની પેઠે ચિંતામણિ રત સુલભ હેતું નથી. હે વિભુ! જેવી વિશ્વને આશ્ચર્ય કરનારી પ્રભાવની સમૃદ્ધિ તમારામાં છે તેવી બીજા દેવામાં રહેલી નથી, કારણ કે નક્ષત્રમાં સૂર્યની કાંતિ ક્યાંથી હોય? “હે દેવાધિદેવ ! જ્યાં તમે સંચરેછો તે પૃથ્વીમાં સવાસો જન સુધી સાત પ્ર
કારની ઇતિઓ પણ ઉત્પન્ન થતી નથી, અહે મહાત્માઓને કે મહિમા છે! “હે ભગવન! યોગીઓને ધ્યાન કરવાને ગ્ય એવા તિરૂપ તમેજ છે અને
૧ ચાલતું. ૨ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉદરનો ઉપદ્રવ, કીડાનો ઉપદ્રવ, સુડાનો ઉપદ્રવ, સ્વચક્રનો ભય અને પરચકને ભય એ સાત ઈતિ-ઉત્પાત ગણાય છે.
For Private and Personal Use Only