________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહા....
[ સર્ચ ૧ લે. “અષ્ટકર્મના નાશને માટે તેમજ અષ્ટાંગયોગ કરે છે. સવામીઓના પણ સ્વામી, “ગુરૂઓને પણ ગુરૂ અને દેના પણ દેવ એવા તમને નમસ્કાર કરૂંછું. હે પ્રભુ! જલમાં, અગ્નિમાં, અરણ્યમાં, શત્રુઓના સંકટમાં, તેમજ સિંહ સર્ષ અને રેગની વિપત્તિમાં તમેજ એક શરણભૂત છે.”
એવી રીતે ભક્તિથી જિદ્રની સ્તુતિ કરીને દેવતાને પતિ ઈદ્ર જલનું પાન કરવાને ચાતક તત્પર થાય તેની પેઠે પ્રભુની વાણીનું પાન કરવાને આગળ બેઠે. તે પછી ત્રણ જગતના સ્વામી સર્વ જગતના હર્ષને અર્થે સર્વ ભાષામાં સમાન અર્થને પ્રરૂપનારી, સર્વ પ્રાણીઓને હિતકારી, સર્વ અતિશથી ભરેલી, સર્વત
થી સુંદર, યથાર્થ, સૌભાગ્યવાળી, શાંત અને જન સુધી પ્રસાર પામતી મધુર વાણુ વડે દેશના આપવા લાગ્યા. “હેજનો! જેમ કસ્તુરી મૃગની નાભિમાંથી થાય છે પણ તે પિતાના સુગંધના ગુણે અમૂલ્યપણાને પામે છે તેમ આ કૃત્રિમ અને અ
શુચિ એ મનુષ્ય દેહ ધર્મના ગુણથી ઉત્તમપણાને પામે છે. આ કાયામાં સાત “ધાતુરૂપ મળી બાહેર અને અંદર રહેલા છે, તેને લીધે અશુચિ એવી આ કાયા સર્વથા નિરર્થક છે. તેમ છતાં અહે! મૂઢ પ્રાણી, અહંકાર અને પ્રૌઢ કર્મને વશ થઈ પિતાના આત્માને અજરામર માની ઈચ્છા પ્રમાણે વર્તે છે. નાના પ્રકારનાં શસ્ત્રો, “જલ, અગ્નિ, બે પ્રકારનું વિષ, શત્રુઓ, તીવ્ર વ્યાધિઓ, અકાલમૃત્યુ, શીત તથા ગરમી વિગેરેની પીડા, જરાવસ્થા અને ઈષ્ટ-મિત્રાદિકની વિપત્તિ, ઇત્યાદિક મહાદેલવડે આ કાયા અત્યંત કલેશ પામે છે. હે પ્રાણુઓ! એવી રીતે આ અસાર દેહ “પામીને જગતમાં સાર અને પૂજવા ગ્ય એવા ધર્મને સત્વર સંપાદન કરે. “અમૂલ્ય ચિતામણિરત જે કાચના સંચયથી પ્રાપ્ત થતું હેય, રજવડે કરીને જે સુવર્ણ મળતું હોય, જલના બિંદુથી જે સુધાસાગર પ્રાપ્ત થતે હેય, ગૃહથી જે સામ્રાજ્ય મળતું હોય અને દેહવડે જે સુકૃત સંપાદન થતું હોય તે તસ્વાત
ત્ત્વને વિચાર કરી શકનારે કયો પુરૂષ ન ગ્રહણ કરે? માતા, પિતા, ભ્રાતા, “મિત્ર અને રાજા તેઓમાંનું કઈ ધર્મવિના રક્ષણ કરતું નથી અને ધર્મ રક્ષણ કરે છે
તેથી જગતમાં તેજ સેવવાને ગ્ય છે. આ જગતમાં સદ્ધર્મ મેળવવાના ઉપાયેથી, “ઉચિત આચરણથી અને જ્ઞાનયુક્ત ક્રિયાથી બુદ્ધિવંતને જન્મ પ્રશંસનીયપ
ણાને પામે છે. ખરેખર એક ધર્મજ પ્રગટપણે જગત્પતિની પદવીને યોગ્ય છે કારણ કે તેની આજ્ઞાને અનુસરનારા લેક ત્રણ લેકના નાયક થાય છે. હે ભવ્ય ! રાજા
૧ સ્થાવરવિષ-અફીણ, સોમલ, વચ્છનાગાદિ. જંગમવિષ–સર્પાદિ ઝેરી પ્રાણી સંબંધી.
For Private and Personal Use Only