________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાત્મ્ય.
[ સર્ગ ૧ લે. દેવીઓ પૂર્વકારથી પસી, રસગઢના મધ્યમાં રહેલા પ્રભુને પ્રદક્ષિણા કરી, ભક્તિપૂર્વક નમરકાર અને સ્તુતિ કરી સ્વામીની સન્મુખ અગ્નિ દિશામાં બેઠી. તેમાં આગળ મુનિ બેઠા, તેમના પૃષ્ઠ ભાગમાં વૈમાનિક દેવતાની સ્ત્રીઓ ઉભી રહી અને તેની પાછળ તેવી જ રીતે સાધ્વીઓ પણ ઉભી રહી. ભવનપતિ, જતિષી અને વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણ દ્વારથી પ્રવેશ કરી પૂર્વવત્ પ્રભુને નમસ્કાર કરી અનુક્રમે નૈઋત દિશામાં બેઠી અને તે ત્રણે નિકાયના દેવે પશ્ચિમઢારથી પ્રવેશ કરી તેવી જ રીતે નમી વાયવ્ય દિશામાં બેઠા. વૈમાનિક દેવ, નર અને નારીઓ ઉત્તર દ્વારથી પ્રવેશ કરી પ્રભુના ચરણને નમી ઈશાન દિશામાં બેઠા. મૃગ, સિંહ, અથ અને મહિષ વિગેરે તિર્ય, અહંત દર્શનના માહાભ્યથી પરસ્પરના જાતિ વૈરને પણ છોડી દઈ બીજા ગઢના મધ્ય ભાગમાં રહ્યા અને દેવ અસુર તથા મનુષ્યનાં વાહને પ્રાંત ગઢમાં રાખવામાં આવ્યાં; કારણ કે ભગવંતના મતમાં સમસરણને તેવો ક્રમ કહે છે.
એવી રીતે રચેલા સમવસરણમાં બીજા પણ સિદ્ધ ગંધર્વ અને કિન્નરાદિ પ્રભુના વાક્યરૂપી અમૃતનું પાન કરવાને માટે ઉદ્યમવંત થઈ યથાસ્થાને આવીને બેઠા. તે જ પ્રમાણુ સમવસરણમાં મનુષ્ય, નાગકુમારાદિ અસુરે અને બીજા દેવતાઓ કેટી ગમે સમાય છે તે પ્રભુને જ મહિમા છે.
આવી રીતે સમવસરણના મધ્યમાં સિંહાસન પર બીરાજમાન થયેલા, ત્રણ છત્રોથી શેભતા, ચામરવડે વીંજાતા, સર્વ અતિશયથી પ્રકાશિત થયેલા પિતાના પ્રસન્નપ્રભાવથી ત્રણ જગતને પ્લાવિત કરતા, મધ્યસ્થ દૃષ્ટિએ સર્વજનને અવલોકન કરતા, નૈલેક્યના ઐશ્વર્યથી સુંદર, સર્વ પ્રાણુઓના હિતકારી અને પિતાના દિવ્યપ્રભાવના મહિમાથી આવૃત થએલા શ્રીવીર પ્રભુને જોઈ સર્વ દેવતાઓ વચનથી કહી શકાય નહીં તેવા હર્ષને પ્રાપ્ત થયા. કોઈ દેવતાઓ પ્રભુની પાસે આવી મસ્તકે ધુણાવવા લાગ્યા, કોઈ પૂંછણ ઉતારવા લાગ્યા અને કોઈ રસ્તુતિ કરવા લાગ્યા. તેવામાં સૌરાષ્ટ્ર દેશને અધિપતિ, ગિરિદુર્ગ (ગિરિનાર)માં રાજય કરતા ગાધિ રાજાને પુત્ર રિપુમલ નામે એક જાદવ રાજા પણ ત્યાં આવી ગ્ય સ્થાને બેઠે. એવી રીતે પ્રભુના વચનરૂપી અમૃતનું પાન કરવાની ઈચ્છાવાળા છેવણને જાગૃત કરી સર્વ લેક યથાસ્થાને બેઠા. તે વખતે ફુરણાયમાન ભક્તિથી
૧ છેલ્લા.
For Private and Personal Use Only