________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો. ]
સમવસરણની સુંદર યોજના. રેલી ધૂપઘટીના ધુમાડાથી દિશાઓને વ્યાપ્ત કરતી તથા અંધકારને નાશ કરતી મહાશાળાઓ શેભી રહી હતી. બહારના ગઢના દરેક દ્વારની પાસે દેવતાઓએ પ્રભુને નમવા આવનારાઓને સ્નાન કરવાને માટે સુવર્ણકમળોની શ્રેણીથી શોભતી અને સુંદર જલથી પૂર્ણ એવી વાપીકાઓ રચી હતી. પછી મધ્ય ગઢની અંદર ઈશાન દિશામાં પ્રભુને વિશ્રામ લેવા માટે એક દેવછંદ રચ્યું. રતન ગઢના મધ્યમાં એક મણિમય પીઠ કરી અને તે પીઠ ઉપર સત્તાવીશ ધનુષ્ય ઉંચું એક ચૈત્યવૃક્ષ રચ્યું. એ ચૈત્યવૃક્ષનાં સુશોભિત પલ્લવડે આપના ભયથી રહિત થઈને બેઠેલા લેને એ સમવસરણ પૂર્ણ રીતે શેજિત જણાવા લાગ્યું. તે ચૈત્યવૃક્ષની નીચે મણિઓથી સૂર્યના બિંબ જેવાં, પાદપીઠ અને અવછંભ સહિત, સુવર્ણનાં ચારે દિશાએ સિંહાસન રચ્યાં અને તે સિંહાસનની ઉપર સદ્ભક્તિવડે ઉજવળ ચિત્તવાળા દેવતાઓએ ત્રણ ભુવનના પ્રભુપણાને મહિમા પ્રગટ કરનારાં ત્રણ ત્રણ છત્રો બનાવ્યાં. સમવસણની પાસે એક હજાર જન ઉંચે જાણે મોક્ષની નિસરણી હોય તેવો સુવર્ણનો ધર્મધ્વજ ચારે દિશાએ એકેક સ્થાપન કરવામાં આવે. દરેક ગઢના દરેક દ્વાર આગળ તુંબરૂ વિગેરે દેવતાઓ દેદિપ્યમાન શૃંગાર ધારણ કરી અને હાથમાં છડી રાખી પ્રતિહાર થઈને ઉભા રહ્યા. એવી રીતે લક્ષ્મીને શરણરૂપ સમવસરણ રચી ચંદ્રોએ તે સંબંધી વિશેષ કાર્ય સમાપ્ત કર્યું.
તે પછી દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણમય નવ કમળો ઉપર ચરણકમળને મુકતા, નવતાના ઈશ્વર, નવનિધિના દાતાર, જગતનું જાણે જીવિત હેય અને ધાર્મિઓનું જાણે સર્વસ્વ હોય, તેવા પ્રભુએ પૂર્વદ્રારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. તે વખતે મેક્ષના અર્થિઓ પ્રભુને વાવડે સ્તવવા લાગ્યા, મનવડે ચિંતવવા લાગ્યા, શ્રવણવડે સાંભળવા લાગ્યા અને કોટી નેત્રોવડે જેવા લાગ્યા. એ ધર્મ ચક્રી પ્રભુની આગળ સુવર્ણ કમળમાં રહેલું, અને પાપરૂપ અંધકારમાં સૂર્યમંડળરૂપ ધર્મ ચક્ર પ્રકટ થયું. પ્રભુએ સૈયદ્રુમની પાસે આવી પ્રદક્ષિણા કરી એટલે જાણે તેને અભિમાન આવ્યું હોય તેમ તે (ચૈત્યવ્રુમ) નવપલ્લવ અને પુ
થી વ્યાપ્ત થયું. પછી પૂર્વ દિશા તરફ આવી “નમeતી' એમ બોલી તત્વજ્ઞ પ્રભુ સિંહાસન ઉપર બીરાજમાન થયા. તરતજ બાકીની ત્રણ દિશાના સિહાસન ઉપર વ્યંતર દેવોએ ભગવંતનાં ત્રણ રૂપ વિકલ્યું. તે રૂપ પ્રભુના રૂપની જેવાં જ થયાં તે પ્રભાવ સ્વામીને જ છે. પછી સાધુઓ, સાધ્વીઓ અને વૈમાનિક
૧ વાવ.
For Private and Personal Use Only