________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો. ]
સમવસરણની રચનાનો પ્રારંભ.
૧૧
શોભે છે, તેમ આ સિદ્ધિગિરિમાં ચારિત્ર અંગીકાર કરીને જિનેશ્વરનું ધ્યાન કરવું તે અતિ ઉત્કર્ષકારી છે.
“ મુનિની આ પ્રકારની વાણીથી હર્ષ પામેલા કંડૂરાજ તેમની પાસે ચારિત્ર ગ્રહણ કરી, ખાદ્ય અત્યંતર બન્ને પ્રકારના પરિગ્રહને છેડી પ્રસન્ન દૃષ્ટિ કરી શકુંજય તીર્થે આણ્યે. ગિરિરાજ ઉપર ચડીને એ કંડૂ મુનિએ શીલરૂપી વચ અને દયારૂપી ઢાલ ધારણ કરી, ત્રતરૂપી અસ્રવડે પાપરૂપી શત્રુને વેગથી હણી નાખ્યા. હે દેવતાઓ! તે આ કંડૂમુનિ આદિનાથની પવિત્ર મૂર્તિના વારંવાર દર્શન કરતાં છતાં પણ તૃપ્તિ નહીં પામતા અને રામાંચસહિત પ્રભુના દર્શનને માટે પેાતાનાં નેત્રોને નિમેષપણે' પ્રવત્તìવતા આ શિખરના અગ્રભાગમાં દુષ્કર તપ કરેછે. હવે એ મહાત્માનાં કર્મ ક્ષીણ થઈ ગયાં છે, તેથી અપસમયમાં તે શુભેાય (કેવળ ) જ્ઞાનને પ્રાપ્ત કરશે. હું દેવા! એક વખતે હું મહાવિદેહ ક્ષેત્રમાં ગયા હતા, ત્યાં પણ સીમંધર સ્વામીના મુખથી મેં સાંભળ્યું હતું કે “જે મહાપાપી હાય તેપણ કંડૂરાજાની પેઠે શત્રુંજય ગિરિના સેવનથી શુદ્ધ થઈ સિદ્ધિને પામેછે.”
ઇંદ્રે એપ્રમાણે કહ્યું એટલે સર્વ દેવતાએ પાતાની કાંતિથી આકાશને પ્રકાશિત કરતા અને મેાટા રંગવડે તરંગિત થતા, આધ તીર્થંકરને નમકાર કરવા ચાલ્યા. દુષ્ટકર્મોના નાશ કરનાર અને દુષ્ટોનું અદન (ભક્ષણ) કરનાર રાજાદનીના વૃક્ષને પ્રદક્ષિણા કરી તેઓએ શ્રીમહાવીર સ્વામીની પાસે આવી નમરકાર કર્યો. ભગવંતની આસપાસ ખીજા મુનિએ જાણે મૂર્તિમાનૢ શમરસ તથા દેહધારી ધર્મ હાય તેવા જણાતા હતા. જેમાંના કાઈ અનેક લબ્ધિના મોટા ભંડાર હતા, કોઇ અષ્ટાંગયોગમાં નિપુણ હતા, કાઈ મહિમાના ઉદ્દયથી પુષ્ટ હતા, કાઈ આત્માને ધ્યાનમાં લીન કરતા હતા, કાઇએ મૌનવ્રત અવલખન કર્યું હતું, કાઈ ધર્મનું માહાત્મ્ય કહેતા હતા, કાઇ મહામંત્રના જપ કરતા હતા, કાઇ જપમાળાના મણકા ફેરવતા હતા, કાઈ પરસ્પર કથા કરતા હતા, કોઈ કાયાત્સર્ગમાં રહ્યા હતા, કાઈ પદ્માસન કરી બેઠા હતા, કાઈ અઢીનપણે અં જલિ જોડતા હતા, કાઈ આદિનાથના મુખકમળને જોવામાં તત્પર હતા, કાઈ સૂર્યસામાં નેત્રો રાખી રહ્યા હતા, કાઇએ હાથમાં પુસ્તકે રાખ્યાં હતાં, કાઈ તપ કરતા હતા અને કાઈ તીર્થસેવા કરતા હતા. એવા સમગ્ર સિદ્ધાંત અને તત્ત્વવિદ્યામાં નિપુણ, શ્વેત વસ્ત્રોને ધારણ કરનારા, ઉગ્ર પરીસહેાને સહન કરનારા, અં
૧ આંખના પલકારા વગર.
૨ રાયણ વૃક્ષ.
For Private and Personal Use Only