________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦.
શત્રુંજય માહાસ્ય.. ( [ સર્ગ ૧ લે. ગિરિ એક બેટરૂપે શેભે છે. પાપને જય કરતે, ધર્મને સંચય કરતે, સુખનું દાન કરો અને સવેલેકને પવિત્ર કરતો એ શાસ્વતગિરિ જયવંત વર્તે છે. એ પવિત્ર તીર્થના વેગથી સમતારૂપી જલમાં સ્નાન કરવાવડે જેને આત્મા શુદ્ધ થયેલ છે, એવો તું આત્મારામ પ્રભુની ઉપાસના કરી સિદ્ધિપદને પામીશ.”
આ પ્રમાણે પોતાની ગોત્રદેવીના મુખકમળમાંથી નિકળતે મધુરસ જેવો. ગિરિરાજને પ્રૌઢ મહિમા સાંભળી, જાણે અમૃતથી સીંચાયેલું હોય, દૂધથી ધોવાયેલો હોય, અને ચંદ્રિકાથી હાર્યો હોય, તેમ કંડૂ રાજા સુંદર નિમેલતાને પામ્યો. તરતજ જગજનની અંબિકાને નમસ્કાર કરી, શંખના જેવું નિર્મલ અંતઃકરણ ધારણ કરી અને હૃદયમાં ચારૂ ચરિત્રની પૃહા રાખી તે સિદ્ધાચળ તરફ ચાલી નીકળે. જયાં સુધી તીર્થની પ્રાપ્તિ થાય નહીં ત્યાં સુધી તેણે આહાર કરે તજી દીધે, અને માર્ગમાં ચાલતાં સિદ્ધગિરિના મનહર ગુણેથી તેનું હૃદય આર્ટ થવા લાગ્યું. માનસિક સ્થાનના વેગમાં અને દરેક કથાના પ્રસંગમાં ગોત્રદેવીએ કહેલા શત્રુજ્ય તીર્થને સ્પર્શ કરતો કરતે અનુક્રમે તે શત્રુંજયની નજીક આવી પહોંચ્યા. સાત દિવસે જ્યારે ગિરિરાજનું પવિત્ર શિખર તેના જેવામાં આવ્યું ત્યારે તેનાં દર્શન કરવામાં ઉત્કંઠિત એવાં પિતાનાં નેત્રોને તે કહેવા લાગે “હે નેત્રો ! તમારા પુણ્યના સમૂહથી આજે ગિરિરાજ પ્રત્યક્ષ થયા છે, તેથી તેનું સારી રીતે દર્શન કરે.” એવી રીતે હર્ષ પામેલા કંડુરાજાએ માર્ગમાં એક મહામુનિને જોયા એટલે પ્રણામ કરી મુનિના મુખકમળ ઉપર દૃષ્ટિ રાખીને તેમની પાસે બેઠે. જ્ઞાની અને દયાળુ મુનિ, રાજાને સંવેગને સંગી જાણ આગ્રહથી તેને આ પ્રમાણે દેશના આપવા લાગ્યા
“હે રાજન તું ધર્મમાં ઉત્સુક છે, વળી આ ગિરિરાજરૂપ પવિત્ર તીર્થતરફ ગમન કરે છે માટે હે સત્વધર! ચરિત્ર વા લક્ષણને પ્રકટ કરનાર તને સાંભળ. સર્વજ્ઞ જિનેશ્વરો કર્મરૂપી તૃણને છેદનારું, અને પાંચમી ગતિ (મેલ)ને આપનારું એ ચારિત્ર પાંચ પ્રકારે કહે છે. પહેલું સામાયિક, બીજું છેદે પરથાપનીયક, ત્રીજું સૂક્ષ્મક્રિય (સંપાય), ચોથું પરિહાર વિશુદ્ધિ અને પાંચમુ યથાખ્યાત.' એ ચારિત્રવિના પંગુની પેઠે જ્ઞાનદર્શન વૃથા છે અને જ્ઞાનદર્શનવિના અંધની પેઠે એ ચારિત્ર નિષ્ફળ છે. જેમ સુવર્ણના ઘડામાં અમૃત, સુવર્ણમાં સુગંધ, ચંદ્રમાં ચંદનલેપ, મુદ્રિકામાં મણિ, પર્વણીમાં દાન, અને દાનમાં અદ્ભુત વાસના અતિશય
૧ નવતત્વ બાળાધમાં સંવરતત્ત્વમાં વિસ્તાર જી.
For Private and Personal Use Only