________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાસ્ય.
[ સર્ગ ૧ લો. હે મૂઢ! હજી તારા ચિત્તમાં ધર્મબુદ્ધિ નથી, માત્ર તારા શરીરમાં પીડાકારી રાગ (ક્ષય) થવાથી તું આ વખતે તેનું સ્મરણ કરે છે. તેવી તારી પરીક્ષા મેં સારી રીતે કરી લીધી છે. હું અંબિકાનામે તારી ગોત્રદેવી છું. તારું સત્વ જેવાને આદર સહિત ગાયનું રૂપ ધરીને હું તારી પાસે હર્ષથી આવી હતી. પરંતુ અદ્યાપિ તારું મન કેપથી કલુષિત છે; તે હજી શુદ્ધધર્મના નિવાસને લાયક અને સમતારૂપ અમૃતે પ્લાવિત થયું નથી. હે રાજા! તું સર્વ દેશોમાં ફર અને અનેક તીર્થોમાં અટન કર; જયારે તને ખરી ધર્મસાધના કરવાની વેળા પ્રાપ્ત થશે ત્યારે હું આવીને જરૂર કહીશ. એ પ્રમાણે કહી ગોત્રદેવી અંતર્ધાન થઈ. કંડૂ રાજા વિચારવા લાગે કે, અહો! અદ્યાપિ મારું ભાગ્ય જાગે છે જેથી મારી ગોત્રદેવી પ્રત્યક્ષ થઈને મારી પાસે મારું હિત કરવા આવી. હવે મારા મનરૂપી હસ્તીને દમન કરવાને હું રાતદિવસ પ્રયત્ન કરું, જેથી મને મોક્ષલક્ષ્મી પ્રત્યક્ષ થશે, એમ વિચારી પ્રાતઃકાલે કઈ દિશાતરફ તે ચાલી નીકળે. ચિત્ત સ્વસ્થ થવાથી તેને જરા પણ દુઃખ રહ્યું નહિ. ક્રોધરૂપી અગ્નિને બુઝાવી સર્વ પ્રાણુંઓમાં સમાન ચિત્ત રાખત ભૂમિના ભાગમાં ફરતો ફરતો તે રાજા કલાકનામે ગિરિ ઉપર આવ્યું અને તે ગિરિલપર રાત્રિવારો રહ્યો. રાત્રિના છેલ્લા પહોરે તેને પૂર્વને વૈરી કોઈ યક્ષ પ્રત્યક્ષ થઈને તેની આગળ આવ્યું. તેની દૃષ્ટિ વિકરાળ હતી, ક્રોધથી મુખ રક્ત થઈ ગયું હતું, ભયંકર ભ્રકુટી ભમાવતે હતો અને હાથમાં ગદા રાખી હતી. રાજાની સન્મુખ આવી તેણે કોઈને પ્રગટ કરનારા વચનવડે કહ્યું –
હે દુષ્ટ રાજા! તને સાંભરે છે? પૂર્વે કામાંધ થઈને તે મને હણી મારી સ્ત્રીનું હરણ કર્યું હતું. હવે તારું મરણ આવ્યું છે માટે તારા ઈષ્ટદેવનું સ્મરણ કર. મદાંધપુરૂષ પ્રારંભમાં જણાતા સુખને માટે પ્રથમ પાપ કરે છે પણ જ્યારે ભેગવવાનો સમય આવે છે ત્યારે તે પાપ ઘણાં ભયંકર થઈ પડે છે. હમણાં તારાં પાપ ભેગવવાનો સમય આવ્યો છે માટે તું તે સંભાર, આ પ્રમાણે કહ્યું તોપણ રાજા મૌન રહ્યો, એટલે તે મહાયક્ષ રાજાને ઉપાડી ક્ષણમાત્રમાં અંતરીક્ષમાં લઈ ગયે. ત્યાંથી કોઈ પર્વતની ભયંકર ગુફામાં લઈ જઈ અનેક જાતનાં બંધનોથી બાંધે. પછી જાણે પૂર્વનાં પાપનું પ્રાયશ્ચિત્ત આપતો હોય તેમ પાદપ્રહાર અને લપડાકથી ખૂબ મારી તથા પર્વતના અગ્રભાગમાં, સમુદ્રમાં, કાંટાના વનમાં અને મોટા ખાડાઓમાં પછાડી પછાડી છેવટે તેને તે ગુફામાં મૂકીને અંતર્ધાન થે. જો કે તે યક્ષના પ્રહાર ક્યા વિદારણ થઈ જાય એવા હતા તે પણ પૂર્વના કેઈ સુખકારી કર્મથી કંડૂરાજાને દેહ મૃત્યુથી બચી ગયો. થોડીવારે ઝરણાના
For Private and Personal Use Only