________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાભ્ય
[ સર્ગ ૧ લે. (ધર્મથી ઐશ્વર્ય મેળવી જે માણસ તે ધર્મને જ હણે છે, તે સ્વામિદ્રોહવડે પાપી થએલાનું શુભ પરિણામ કેમ આવે?) આવી રીતે પત્રલિખિત લેકને હર્ષપૂર્વક વાંચી તેને અર્થ જાણે કંડૂરાજા ચિત્તમાં વિચાર કરવા લાગે-અહે! મહામહ અને માયાવાળા ચિત્તથી મેં જે પાપ કર્યું, તેનું સ્પષ્ટ રીતે આ કણકારી ફળ મને પ્રાપ્ત થયું. માછલાની પેઠે જાળમાં કાંટાએ ભરાવેલા આમિષ જેવી સંપત્તિ મેળવી, તેના ગ્રાસમાં લુબ્ધ થએલા મેં આ સંસારરૂપી જાળમાં મારા આ
ભાને ફોગટ બંધનમાં નાખે. જે રાજ ન્યાયમાર્ગ અનુસરે તે આ લેક ને પરક બન્નેમાં અભય પામે છે, અને જે અસન્માર્ગે અનુસરે છે તે લેકને, કુબને અને રાજયને ક્ષય કરે છે. તે ફળ મને ખરેખર પ્રાપ્ત થયું. આવી રીતે ચિંતાતુર થએલ એ મૂર્ખશિરોમણી રાજા રાત્રિના વખતે એકલે રાજય છોડી મરવાની ઈચ્છાએ સમુદ્રપાત કે ગિરિથી ઝંપાપાત કરવાને માટે ચાલી નીકળે. પ્રચંડ ભૂજદંડવાળ એ રાજા જેવો નગર બહાર નીકળે તેવી જ પોતાની સામે એક સુંદર ગાય તેને જોવામાં આવી. અકરમાત ક્રોધથી પિતાનું પુચ્છ ઉછાળતી તે
છાચારી ગાયે જાણે વૈરિણું હોય તેમ રાજા પાસે આવીને શીંગડાવડે પ્રહાર કર્યો. પૂર્વના અભ્યાસ વિશથી (મરવા જતો હતો તે વાત ભૂલી જઈ) ગાયઉપર ક્રોધ કરી યમરાજની સાથે સ્પર્ધા કરતો રાજા હાથમાં ખડ્ઝ લઈને તેણીની ઉપર ઘર. ગાય પણ યમરાજના સીત્કાર જે ફંફાડ કરી ક્રોધથી તેના સામી યુદ્ધ કરવા આવી. તેને કેપથી આવતી જોઈ રાજાએ વેગવડે ખગને ઘા કર્યો. તેથી ગાયના શરીરના બે ભાગ થઈ ગયા. તેમાંથી એક હાથમાં કાતવાળી ભયંકર સ્ત્રી નિકળી! રાતા નેત્રવાળી અને હાથમાં કાર્તિકા નચાવતી એ સ્ત્રીએ નિપુર વાક્યવાળી ગિરાથી રાજાને કહ્યું. “અરે પાપી ! પશુ, દિન અને શસ્ત્રવિનાની ગરીબ ગાયને તે મારી નાખી, પણ જો તારી શક્તિ હોય તો ચાલ મારી સાથે યુદ્ધ કર” તેના મુખમાંથી એવું સહેતુક વચન સાંભળી પિતાના ખર્શ ઉપર દૃષ્ટિ કરી એ અપવિત્ર રાજા, તે સ્મિત કરતી સ્ત્રી પ્રત્યે બે —“હે માનિનિ! તું એક કદળીના દળ જેવી કોમળ યુવતી છે, અને હું એક શસ્ત્રશાસ્ત્રમાં પ્રવીણ શુરવીર ક્ષત્રીય છું, તેથી આપણા બન્નનું યુદ્ધ પ્રશંસા પાત્ર કેમ ગણાય? કપ પામેલે પણ સિંહ મૃગલી સાથે સંગ્રામ કરવાને ઇચ્છતો નથી. એમ કહી રાજા વિશ્રામ પામે એટલે તે યુવતિ ગર્વથી બોલી, “હે રાજા! તારી પેઠે હું પણ શુરવીર છું માટે સંમમાં તૈયાર થા. રમણનું સગર્વ વચન સાંભળી રાજાને વિશેષ કેપ થયે એટલે
૧ માંસનો કડકો. ૨ કાતી.
For Private and Personal Use Only