________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ . ]
કંડ રાજાનું ચરિત્ર. તરત જ હાથમાં ખર્શ લઈ જવામાં તેની સામે ચાલ્ય; તેવામાં જ કર્તિકાથી વીંધાઈ ગયેલ અને રૂધિરે ઝરતે પિતાને દેહ તેને જોવામાં આવ્યો. યુવતીએ ફરીથી કહ્યું કે-“હે રાજા! આટલાથીજ તારું પરાક્રમ તારા જાણવામાં આવ્યું હશે તથાપિ હજુ પણ જો તું શક્તિવંત છે તે યુદ્ધ કરવા તૈયાર થા. આવું તિરસ્કાર ભરેલું વચન સાંભળી, ભૂપતિ પિતાના મનમાં વિચારવા લાગે છે, અહો ! દૈવ વિપરીત થયે એક સ્ત્રીથી પણ હું પરાભવ પામે. જગતમાં પ્રાણીનું જ્યાં સુધી પૂર્વનું પુણ્ય હાનિ ભાવને પામ્યું ન હોય, ત્યાં સુધી જ બળ, તેજ, અને કીર્તિ અખંડિત સહે છે. પ્રાણુઓને શુભકર્મમાં પૂર્વ પુણ્ય પ્રમાણ ગણાય છે. કેમ કે સૂર્ય જેવા તેજસ્વીને પણ કેટલે એક કાલ ક્ષીણ તેજપણે તપવું પડે છે. જે સર્વ, સુખકારી અને સારા પરિણામવાળું પુણ્યવાનને થાય છે તે સર્વ, પુણ્યરહિત માણસને વિષની પેઠે દુઃખકારી થાય છે. પૂર્વે મોટા ગજેંદ્રોની ઘટાને હું એક લીલામાત્રમાં પુછવડે પકડી આકાશમાં ઉછાળો હતો તે જ હું આજે આ એક અબળાથી જિતાઈ ગયે. એમ વિચારતાં મહારોગથી નિર્વેદ પામીને પોતે કરેલા રાજ્યને ત્યાગ, અને ક્રોધથી કરેલી ગાયની હત્યા એ બન્ને કાર્ય તેના સ્મરણમાં આવ્યાં. તેથી ફરી અતિ દુઃખી થઈ વિચારવા લાગ્યો કે, ઘેરથી મરણ પામવાને નિશ્ચય કરી નીકળેલો હું મારવા આવતી ગાયથી શા માટે ભય પામે? અન્ય પ્રસંગ પામી મરણને પણ ભૂલી જઈ અહે! મેં ગૌહત્યાનું પાપ કર્યું, તો તે પણ મને ગતિને આપનારું એક વિશેષ કારણ થઈ પડ્યું. જેની પાસે કાંઈ પણ પુણ્યની સીલક નથી તે જંતુ ઘણે દુઃખી થાય છે. ડાહ્યો માણસ પણ જે પાસે મુડી (મૂળ ધન) ન રાખે તો તેને દીનની પેઠે સદાવું પડે. હવે આપત્તિના સમુદ્રમાં ડુબેલે હું શું કરું? અગ્નિ લેગ્યા પછી કુવો ખોદવાથી શું સુખ થાય ?
આવી રીતે કંડૂરાજા ઘણે શેક કરતો હતો તેવામાં તેને પરાભવ કરનારી તે સુંદર દેવયુવતી બેલી, “હે મૂઢ ! હે મહાપાપી! અત્યારે હવે તું દુઃખી થઈને શુ ચિંતવે છે? પૂર્વ રાજયના મદથી અંધ થઈને ધર્મને માટે દ્રોહ કર્યો અને
જ્યારે હમણાં આ પીડા પ્રાપ્ત થઈ ત્યારે હવે ધર્મને શું સંભારે છે? આ જગતમાં વિદ્વાનો ધર્મના જેવો કોઈ બીજો ધન્ય અને ઉપકારી માનતા નથી, કારણ કે અંત સમયે પણ તેને સંભાર્યો હોય તે તે પોતાના દ્રોહ કરનારને પણ તારે છે. પરંતુ
૧ વૈરાગ્ય.
For Private and Personal Use Only