________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લે.]
કંડુ રાજાનું ચરિત્ર. રીને પિતાની શોભા જોવાનું જણે પણ હોય, તેવું સર્વતીર્યાવતાર નામે સરવર તપસ્વી મુનિઓના રાગને પણ વિકાસ કરી રહેલું છે. આ તરફ સુંદર જળવાળા સૂર્યકુંડ, ચંદ્રપુંડ અને તે સિવાય બીજા પણ કુંડે તેઓના બનાવનારાના નામવાળા આવેલા છે.
" “હે દેવતાઓ! જાઓ આ એક તરફ જે વિશેષ બુદ્ધિવાળા મુનિ તપ કરે છે તે મહાત્માના વિચિત્ર ચરિત્રની વાર્તા ઘણું કૌતુવાળી છે, તે તમે સાંભળો. આ મુનિ પૂર્વે કંડૂ નામે એક ચંદ્રપુર નામના નગરને રાજા હતો. એ કંડૂરાજા પાપીઓને પ્રભુ હતો અને યમરાજ જે ક્રૂર હતો. મદિરામાં મત્ત અને ધનથી ઉદ્ધત તે રાજા દેવ, ગુરુ, વૃદ્ધ અને માતાપિતાને જરા પણ માનતો નહીં. પાપીઓને પણ પૂર્વના પુર્યોદયથી સંપત્તિમાં વૃદ્ધિ પામે છે પરંતુ પરિણામે ઘાસનો સમૂહ જેમ અગ્નિશિખાથી નાશ પામે તેમ સમૂળગી નાશ પામે છે. એ મૂઢ રાજા જ્યારે સુતો ત્યારે પણ અનેક ઉપાવડે અનેક પ્રકારનાં કષ્ટો ઉત્પન્ન કરીને પરસ્ત્રી અને પરધન હરણ કરવાનું તથા લેકને વિનાશ કરવાનું જ મનમાં ધ્યાન કરતો અને પ્રાતઃકાલે ઉઠીને લેકેને બેલાવી તેઓની સંપત્તિઓ તથા સ્ત્રીએને જરા પણ ક્ષોભ પામ્યા શિવાય લઈ લેતે હતે. જો કે રાજાઓ પ્રાયઃ પૂર્વપુયથી જ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત કરે છે, પણ જ્યારે તે (પુણ્ય) તેનું દ્વેષી થાય છે ત્યારે તે રાજાએ દુર્ગતિમાં જનારા થાય છે. આવી રીતે કેક પક્ષીને જેમ ચંદ્ર પીડા પમાડે તેમ લેકેને અનેક પ્રકારની કદર્થના પમાડ્યા પછી પ્રાંતે તે કંડુ રાજાને ક્ષયરોગ થયે; એ રોગથી તેનો દેહ ક્ષીણ થવા માંડ્યો એટલે તેને મિત્રની માફક ધર્મનું મરણ થયું. મૂઢબુદ્ધિવાળાઓ, જયાં સુધી સર્વ તરફથી સુખ હોય છે ત્યાં સુધી ધર્મને કિંચિત માત્ર પણ માનતા નથી, પણ જ્યારે યમરાજાને પાસ પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ ધર્મને સંભારે છે.
“એક વખતે દૂર લેકોએ સેવેલે કંઠ્ઠરાજા સભામાં બેઠો હતો, અને પોતે કરેલા પરદ્રોહની ચિંતાથી તેનું મન કલેશ પામવા લાગ્યું હતું, તેવામાં કલ્પવૃક્ષના પત્ર ઉપર લખેલે અને કોઈએ આકાશમાંથી મુકેલે એક દિવ્ય બ્લેક તેની આ ગળે આવીને પડયો. તે બ્લેક આ પ્રમાણે હતો
धर्मादधिगतैश्वर्यो धर्ममेव निहंति यः।
कथं शुभायतिर्भावी स स्वामिद्रोहपातकी ॥१॥ ૧ બહુ પાપી હતે.
For Private and Personal Use Only