________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.
ગિરિરાજ સંબંધી ઇદના ઉદ્ગાર. એક વખત વંદારકોથી પરવરેલા શ્રી મહાવીર સ્વામી, બાહ્ય અને અંતરંગ શત્રુઓને જ્ય કરનારા શ્રી શત્રુંજય પર્વત ઉપર પધાર્યા. તે વખતે વર્તમાન તીર્થ કરને નમવાને જાણે ત્વરા કરાવતા હોય તેમ ઇંદ્રાનાં આસન સંભ્રમથી કંપાયમાન થયાં. વીશ ભવનંદ્રા, બત્રીશ વ્યંતરોના ઇદ્રો, બે જોતિરિદ્રો, અને દશ ઊāલેકવાસી વૈમાનિકના ઈંદ્રો, મળી ચોસઠ ઇદ્રો બીજા ઘણું દેવતાઓથી વીંટાઇને જગત્પતિ શ્રી મહાવીર સ્વામીથી શોભિત એવા તે ગિરિરાજ ઉપર આવ્યા. સર્વ લેકમાં અદ્વિતીય દર્શનીય એ ગિરિરાજને જોઈ જોઈદેવતાઓ કૌતુથી મસ્તક ધુણવવા લાગ્યા. તે વખતે ઇંદ્ર પોતાના સેવકોને આપ્રમાણે કહેવા લાગ્યો. “અહો! સર્વ તરફ વિસ્તારવાળે, અને પવિત્ર એવો આ ગિરિરાજ મહાઉદ્યોતવાળા અમૂલ્ય રતની અત્યંત પ્રસરતી કાંતિથી ઘણે વિચિત્ર જણાય છે. સુવર્ણનાં શિખરોથી શેભાસંયુક્ત આ ગિરીશ્વર જાણે સર્વ પર્વતને પતિ હેવાથી મુગુટવડે મંડિત હોય તેવો જણાય છે. સુવર્ણના રૂપાના અને રોના શિખરોથી આકાશને વિચિત્ર રંગવાળું કરતો અને એકી સાથે ભૂમિ તથા અંતરીક્ષને પવિત્ર કરતો આ ગિરિરાજ પાપને હરણ કરનારો છે. સ્વર્ણગિરિ, બ્રહ્મગિરિ, ઉદયગિરિ, અને અબુદગિરિ વિગેરે એકસો ને આઠમોટા શિખરોથી આ ઘણે ઉંચા પ્રકારે શેભે છે. સર્વ તરફ રહેલા અહંતોનાં મંદિરોથી અને યક્ષોના આવાસથી આ સિદ્ધશિલ શોભી રહ્યો છે. યક્ષ, કિન્નર, ગંધર્વો, વિદ્યાધરે, દેવતાઓ અને અપ્સરાઓથી નિરંતર સેવાયેલ આ શત્રુંજય ગિરિ કાંતિમાન જાણાય છે. એ ગિરિની પવિત્ર ગુફાઓમાં રહીને મુમુક્ષ અને યોગી એવા વિધાધરો, નર અને નાગકુમારે નિરંતર અહંન્મય તેજનું ધ્યાન ધરે છે. રસપી, રાની ખાણે અને દિવ્ય ઔષધિઓથી એ ગિરિ સર્વ પતેના ગર્વને ભેદી નાખનાર છે. કરતૂરી મૃગોના યૂથથી, મયૂરોથી, મદોન્મત્ત કુંજરોથી, અને સંચાર કરતા ચમરી મૃગોથી એ ગિરિની સર્વ તરફ અલૌકિક શોભા જણાય છે. મંદાર, પારિજાતક, સંતાન અને હરિચંદન વિગેરે વૃક્ષોથી તથા વિચિત્ર પ્રકારના ચંપક, આસોપાલવ, અને સલકીનાં સુંદર વૃક્ષોથી એ ગિરિ ભરપૂર છે. કેતકી કુસુમોના આમોદથી તેણે સર્વ દિશાઓને સુગંધી કરેલી છે. ઝરતા નિઝરણાના જલના ઝણકારાથી તે હંમેશાં શબ્દમય થઈ રહ્યો છે. માલતી, પાડલ, કૃષ્ણાગુરુ અને અમ્ર વિગેરે વૃક્ષોથી તે સદા પુષ્પ અને ફળવાળા હોવાથી અધિક શોભે છે.
“હે સેવકજનો! જુઓ આ કલ્પ વૃક્ષોની ઘાટી છાયામાં બેઠેલી કિન્નરોની ૧ દેવો. ૨ કામ શોધ લેવા વિગેરે. ૩ ટોળા.
For Private and Personal Use Only