________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાત્મ્ય.
[ સર્ચ ૧ લો. માહાભ્ય સવા લક્ષ લેકના પ્રમાણુવાળું કરેલું હતું. તે પછી મહાવીર સ્વામીના આદેશથી સુધર્મા ગણધરે મનુષ્યને ટુંકા આયુષ્યવાળા જાણુને તેમાંથી સંક્ષેપ કરી ચોવીશ હજાર શ્લોકના પ્રમાણવાળું કર્યું. તે પછી શત્રુંજ્યને ઉદ્ધાર કરનાર અને અઢાર રાજાઓના નિયંતા સૌરાષ્ટ્રપતિ મહારાજા શિલાદિત્ય” ના આગ્રહથી સ્યાદ્વાદને વાદથી બૌદ્ધ લોકોના મદને ગળિત કરનાર, સવગેગમાં નિપુણ, ભેગનો વિસ્તાર છતાં તેમાં નિઃસ્પૃહ, નાના પ્રકારની લબ્ધિવાળા, રાજગના મંડનરૂપ, સચ્ચારિત્રથી પવિત્ર અંગવાળા, વૈરાગ્ય રસના સાગર અને સર્વ વિદ્યામાં પ્રવીણ એવા મહાત્મા શ્રી ધનેશ્વરસૂરીએ તેમાંથી સાર લહી તેના પ્રતિધ્વનિરૂપ સુખે બેધ કરનારું આ શ્રી શત્રુંજયનું માહામ્ય વલ્લભીપુરમાં કરેલું છે. હે ભવ્યજો ! તેનું ભક્તિથી શ્રવણ કરે.
હે ભ ! તપ, જપ, દાન અને સલ્ફળનું શું કામ છે? એકવાર શ્રીશનુંજ્ય ગિરિનું માહાભ્ય શ્રવણ કરે. ધર્મ પામવાની ઈચ્છાથી તમે સર્વ દિશાએમાં શામાટે ભટક્યા કરે છે ? એકવાર જઈને શ્રી પુંડરીક ગિરિની છાયાનો પણ સ્પર્શ કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આ માનવ જન્મ મેળવી અને અનેક શાસ્ત્રો સાંભળી જે સફળ કરવાનું છે તે સર્વ શત્રુંજયની કથા શ્રવણ કરવાથી સફળ થાય છે. હે પ્રાણુઓ! જો તમારે તત્ત્વ જાણવાની ઈચ્છા હોય વા ધર્મ કરવાની બુદ્ધિ હોય તો બીજું સર્વ છોડી દઈ આ સિદ્ધગિરિને આશ્રય કરો. શત્રુજ્ય ગિરિએ જઈને સર્વ જગતને સુખના કારણરૂપ જે જિનેશ્વરનું ધ્યાન કરવું તે અતિ શ્રેષ્ઠ છે કેમકે તેના જેવું બીજું પરમ તીર્થ નથી અને તેના જેવા (જિનધ્યાન જેવો) બીજે શ્રેષ્ઠ ધર્મ નથી. પ્રાણીઓએ, કુલેશ્યાઓથી આપત્તિને આપનારું મન, વચન, અને કાયાવડે ઉપાર્જન કરેલું જે ભયંકર પાપ હોય તે પણ પુંડરીક ગિરિના મરણથી નાશ પામી જા છે. સિંહ, વ્યાવ્ર, સર્પ, શિકારી પક્ષી અને બીજા પાપી પ્રાણીઓ પણ આ શક્ય તીર્થપર અરિહંતના દર્શનથી સ્વર્ગગામી થાય છે. જે પ્રાણુઓએ સુર, અસુર અને મનુષ્યાદિ માંહેલા કઈ પણ ભવમાં આ ગિરિરાજને અવલે નથી તે પશુરૂપ પ્રાણીઓને કલ્યાણનો ઉદય થતા જ નથી. અન્ય તીર્થોમાં જઈ સારી રીતે ધ્યાન, શીળ, દાન અને પૂજન કચથી જે ફળ પ્રાપ્ત થાય તેનાથી અધિક ફળ આ શત્રુંજ્યની કથા સાંભળવાથી થાય છે. તેથી હે પ્રાણુઓ ! આ ગિરિરાજનું માહાસ્ય મહાભક્તિથી શ્રવણ કરે. તેના શ્રવણમાત્રથી આપત્તિરહિત સંપત્તિ પ્રાપ્ત થાય છે.
For Private and Personal Use Only