________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.]
કંડુ રાજાનું ચરિત્ર.
જલથી શીતળ થયેલા પવનના સ્પર્શથી સચેતન થઈ તે રાજા ચિત્તચાતુર્યથી વિચાર કરવા લાગ્યા કે અહે!! પૂર્વે મેં જે પાપરૂપી વૃક્ષ વાવ્યું છે તેને હજીતે માત્ર આ પલ્લવ થયાં છે તેનાં પુષ્પ અને ફળ તે તિર્યંચ નરકાદિક દુર્યોનિમાં થવાનાં ખાકી છે. મદાંધ અને અધમ પુરૂષ સહસામાત્રમાં જે પાપ કરે છે તે પાપથી મહારૂદન કરતાં છતાં પણ પછી પેાતાના આત્માને મૂકાવી શકતા નથી. એવી રીતે પાતે પૂર્વે કરેલા અનને માટે પોતાના આત્માની નિંદા કરતા કંડુરાજા, તેને ક્ષય કરવામાટે શુભ ધ્યાનપૂર્વક તીર્થને ઉદ્દેશ કરીને ત્યાંથી ચાલ્યેા. સર્વે પ્રાણીઆને આત્મવત્ જોતા અને દ્વેષને દૂર કરતા, પુણ્યપ્રાપ્તિના ઉદ્યમને માટે જ્યાં ત્યાં ભમવા લાગ્યા. તેવામાં તેની કુળદેવી અને શાસનદેવી અંખીકા પૂર્વે આપેલા વચનપ્રમાણે પ્રસન્નમુખસંયુક્ત તેની આગળ સાક્ષાત્ પ્રગટ થઇ બેલી “હે વત્સ ! તું શ્રીશત્રુંજય પર્વતે જા, ત્યાં તારાં સર્વે હત્યાદિ પાપા લય પામશે. તારા પૂર્વજોની સદ્ભક્તિથી હું રંજીત થયેલી છું તેથી અગાઉ એક સુભાષિત લેાક કહ્યો હતા અને હવે આ તીર્થ તને બતાવું છું. હું મુગ્ધ ! અન્ય સંસારીની પેઠે બીજા લાખા તીર્થમાં તું શામાટે ભમે છે ? માત્ર એકવાર શત્રુંજય તીર્થને શામાટે સંભારતા નથી ! એ ગિરિરાજને જો સારી રીતે પૂછ્યા ઢાય, સંભાર્યો હાય, સ્તન્યા ઢાય, સાંભળ્યા હાય, વા એકવાર દૃષ્ટિમાર્ગે કર્યો હેાય તે। તત્કાળ કર્મના ક્ષય થઇ જાય છે. પાપીઆને શણ્યરૂપ, ધર્મને સર્વપ્રકારનાં સુખ આપનાર અને કાઈપણ પ્રકારની કામના ( ઇચ્છા )વાળાની કામના પૂર્ણ કરનાર એ ગિરિ જયવંત વર્તે છે. તપવિના, દાનવિના અને પૂજાવિના પણ એ સિદ્ધક્ષેત્રના ફક્ત શુભ ભાવથી સ્પર્શમાત્ર કર્યો હેાય તેા તે અક્ષય સુખને આપે છે. હે વત્સ ! નરકારિક દુર્ગતિને આપનારૂં ધણું નિવિટ કર્યું તે ખાંધેલું છે તે શત્રુંજય તીર્થંશિવાય બીજાં કાઈ સુકૃતાથી ક્ષય થઇ શકે તેમ નથી. હે વત્સ ! અત્યારસુધી તારામાં મત્સરભાવ હતા તેથી મેં તારી ઉપેક્ષા કરી હતી; હવે તું એ તીર્થનાથના દર્શનને ચોગ્ય થયા છે, માટે તને ત્યાં જવા કહું છું. એ ગિરિરાજની જગત્પાવની સેવા જો એકવાર કરી ઢાય તેા લાખા ભવમાં ઉપાર્જન કરેલાં પાપ ક્ષય થઈ જાય છે. શત્રુંજય સમાન તીર્થ, આદિનાથ જેવા દેવ, અને જીવરક્ષા જેવા ધર્મ, એ કરતાં શ્રેષ્ઠ ત્રણ લાકમાં અન્ય કાંઈ નથી. મુક્તિરૂપી સ્રીનું પાણિગ્રહણ કરવાની વૈશ્વિકારૂપ, એ પર્વતાના રાજા શત્રુંજયગિરિ અદ્ભુતપણે વિજય પામે છે. આ સંસારરૂપી સાગરમાં ડૂબી જતા પ્રાણીઓના સમૂહને આશ્રયરૂપ અને મુક્તિરૂપી તટવાળા એ વિમલ ૧ જગત્ને પવીત્ર કરનારી.
For Private and Personal Use Only
૯