________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાતમ્ય.
[ સર્ગ ૧ લે. રાજાની (રાયણ)ને, તેની નીચે રહેલી પ્રભુની પાદુકાને, તેમજ નદીઓ, સરેવરે, કુંડ, પર્વત, વૃક્ષો, વને, નગર, અને ઉંચા શીખરોને જોઈ તથા ભગવતના ચરણને નમસ્કાર કરી હર્ષના ઉત્કર્ષને પ્રાપ્ત થયે. પછી રોમાંચરૂપી કંચુકને ધારણ કરી, બન્ને હાથ જોડી, સભાને હર્ષ કરનારી અને પ્રસક્તિરૂપ ગુણે ગર્ભિત એવી અમૃતમય વાણીથી જગત્પતિ પ્રત્યે પૂછવા લાગે.
હે જગતના આધારભૂત ભગવન્! આ જગતમાં તીર્થરૂપતે તમેજ છે અને તમારાથી અધિષ્ઠિત એવું આ તીર્થ વિશેષપણે પવિત્ર ગણાય છે. હે પ્રભુ! આ તીર્થમાં શું દાન અપાય છે? શું તપ કરાય છે ? શું વ્રત તથા જપ કરાય છે? અને અહીં શું શું સિદ્ધિઓ થાય છે ? અહીં શું ફળ મેળવાય છે? શું ધ્યાન કરવાને યોગ્ય છે? અને શું સુકૃત પ્રાપ્ત થાય છે? આ પર્વત ક્યારે થયે છે? શા માટે થયે છે અને તેની સ્થિતિ કેટલી છે? આ નવીન પ્રાસાદ ક્યા ઉત્તમ પુરૂષે કરાવેલ છે ? અને તેમાં રહેલી આ ચંદ્રની જત્રના જેવી સુંદર પ્રતિમા કેણે નિર્માણ કરી છે? આ પ્રભુની પાસે દ્વાર ઉપર ખગ્ન ધારણ કરીને કયા બે દેવ રહેલા છે ? તેમના નામ અને દક્ષિણ પડખે બે મૂર્તિ કોની છે ? બીજા આ દેવતા કયા છે? આ રાજાની (રાયણ) નું વૃક્ષ કેમ રહેલું છે? તેની નીચે રહેલી બે પાદુકા કોની છે ? આ ક્યા મયૂરપક્ષીની પ્રતિમા છે? આ ક યક્ષ અહીં રહે છે? આ કઈ દેવી વિલાસ કરી રહી છે? આ કોણ મુનિઓ અહીં રહેલા છે? આ કઈ કઈ નદીઓ છે? આ કયા કયા વનો છે? આ સુંદર ફળવાળાં શેનાં વૃક્ષ છે ? આ કયા મુનિનું સરોવર છે? આ બીજા કુંડો કોના કોના છે ? આ રસપી, રનની ખાણ અને ગુફાઓનો છે પ્રભાવ છે? હે સ્વામિન્ ! આ લેપથી રચેલા સ્ત્રી સહિત પાંચ પુરૂષ કેણ છે? આ રૂષભદેવના અસાધારણ ગુણ ગાય છે ? આ દક્ષિણ દિશામાં રહેલે ગિરિ છે? અને તેને શું પ્રભાવ છે? આ ચારે દિશામાં રહેલાં શિખરો અને નગરે કયાં ક્યાં છે ? હે નાથ! અહીં સમુદ્ર શી રીતે આવ્યું હશે ? અહીં ક્યા ક્યા ઉત્તમ પુરૂષો થઈ ગયા છે? અહીં કેટલાકાળ સુધી પ્રાણી સિદ્ધિપદને પામશે? આ પર્વતનું શું સ્વરૂપ છે ? અને અહીં બુદ્ધિવાળા પુરૂષથી કેટલા ઉદ્ધાર થશે ? હે સ્વામી! આ સર્વે પ્રશ્નોના ઉત્તર આપ કૃપા કરીને કહે, કારણ કે જગતને પૂજય એવા પુરૂષો આશ્રિત ભક્તો ઉપર સ્વયમેવ વાત્સલ્યકારી હોય છે.'
આવી રીતે શ્રી વિરપ્રભુ, સૌધર્મદ્રના મુખકમળથી સાંભળીને, તીર્થના પ્રભાવની વૃદ્ધિને અર્થ, ભવ્ય જીવોને બોધ થવાને અર્થે અને શ્રોતાજનના પાપને
For Private and Personal Use Only