________________
જ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે | પ્રરેણું
૨૬. આ પદેવસૂરિ–સાધ્વી નિર્મલમતિ ગણિનીએ સં. ૧૨૯૨ ના કાર્તિક સુદિ ૮ને રવિવારે ધનિષ્ઠા નક્ષત્રમાં આવે હેમચંદ્રસૂરિના સટીક “યોગશાસ્ત્ર'ના બે પ્રકાશની પ્રતિએ લખી આ૦ પદ્યદેવસૂરિને આપી હતી. (જૂઓ, જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુ. ૨૫) ચંદ્રગચ્છ–
રાજગચ્છ, વડગ૭ની સંવેગીશાખા, થારાપદ્રગચ્છની સંવિજ્ઞવિહારીશાખા, પૂર્ણિમામત, માનદેવવંશ તેમજ સરવાલગ૭ માટે ભાગે પોતાને સીધા ચંદ્રગચ્છના બતાવે છે. આથી કેટલાએક આચાર્યોને ગ૭ તારવવામાં ગૂંચ પડી જાય છે. સાવચેતીથી તપાસ કરીએ તે જ સાચી હકીકત જાણવા મળે. સરવાલગ૭ (સં. ૧૧૬૦) –
સરવાલગચ્છનું ઉત્પત્તિ સ્થાન શ્રીમાલપુર કે સરવાલનગર હતું. શ્રીમાલપુરનું બીજું નામ ભિન્નમાલ પણ છે. સરવાલનગર અજમેર પાસે નસીરાબાદથી ઠેકડી જતાં મોટર રસ્તે સડક ઉપર આશરે ૧૫ માઈલ દૂર આવેલું આજે એક નાના ગામ સરવાલરૂપે વિદ્યમાન છે, જે પહેલાં મેટું નગર હતું. આ '; અહીં આજે જૈન વસતિ છે, જૈન દેરાસર તેમજ જૈન પતિની ગાદી વગેરે છે. આ નગરના નામ પરથી “સરવાલગચ્છ નીકળ્યો..
આ સરવાલ અને કેકડીના જેને ના પૂર્વજો પહેલાં સરવાલગચ્છના હતા. આજે તેઓ તપાગચ્છમાં દાખલ થયેલા છે. સરવાલગછની પરંપરા નીચે પ્રમાણે મળે છે –
આ જિનેશ્વરાચાર્ય–સં. ૧૧૭૩ના ફાગણ વદિ ૪ના રોજ સરવાલમાં રહેતા ગચ્છપ્રતિપાલક આ જિનેશ્વરાચાર્ય વર્ધમાનપુરમાં શ્રી શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
- (જૈનતીર્થસર્વસંગ્રહ ભા. ૧, ખંડ ૧, પૃ. ૯૬) વાચનાચાર્ય સમુદ્રષસૂરિ—તેઓ તાંબરીય ચંદ્રગચ્છના વસતિવિહારી સરવાલગચ્છના વાચનાચાર્ય હતા. તેઓ સમુદ્રની જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org