________________
વ્યાખ્યાન ૧ લું
ઘણું આશ્ચર્ય થયું કે મહેરબાન આટલું પણ સમજતા નથી, અરે ભાઈ! ઝાડને આધાર જ મૂળ છે. મૂળ છે તે ઝાડ, પાન, ફળ અને ફૂલ છે. મૂળ વિના બધું ધૂળ છે, “મૂરું નાપ્તિ કુતો રાહા” આ ઉક્તિ પણ પ્રચલિત છે, આ વાત જ્યારે તેને સમજાવવામાં આવી ત્યારે તે પણ સમજી ગયા અને બોલી ઉઠયા, તમારી વાત સો ટચના સોના જેવી સાવ સાચી છે. ઝાડને આધાર જ મૂળ છે, જે ઝાડ સડી જાય કે ઉધઈ લાગે કે બળી જાય તો આખું ઝાડ પડી જાય, ઝાડને ડાંખળા પાંદડા ફળ કે ફૂલ કંઈજ ન આવે.
જેવી રીતે ઝાડને આધાર મૂળ ઉપર નિર્ભર છે તેવી રીતે આ જગતના તમામ સુખ અને વૈભવ વિ. તમામ વસ્તુનો આધાર ધર્મ છે. ધર્મ છે તે બધું છે, ધર્મથી પુણ્યને બંધ થાય છે અને પુણ્યથી સકળ સુખ સામગ્રી મળે છે.
આ વાત બરાબર ઠસી જાય તે આજની આપણી સ્થિતિનું પરિવર્તન થઈ જાય. જરા ઉંડાણથી વિચારશે તે જણાશે કે એક માણસ એક વખત વ્યાપાર કરે છે, તેને ચોમેરથી કમાણી ને કમાણી જ થાય છે. જ્યાં હાથ નાંખે છે ત્યાં પાસા પોબાર અને લીલા લહેર થાય છે, એને એ માણસ થોડા વખતમાં કંગાળ બની જાય છે. જે કામ કરે તેમાં નુકસાન થાય છે અને બાજી ઉલટી પડે છે. ચોમેરથી આફત અને મુશીબતે એને ઘેરી વળે છે. એમ કેમ? માણસ એને એ હોવા છતાં એક વખત કમાય છે અને બીજી વખત ગુમાવે છે. તેનું શું કારણ? શું આમ નથી બનતું? એક વખત પુષ્ટિકારક ખેરાકથી માણસની શક્તિ વધે છે, કાંતિ વધે છે અને બીજી વખત