________________
પાખ્યાન અઢારમું ખારવેલ ચક્રવતી
ખારવેલ ચક્રવર્તીની રાજસભામાં પ્રારંભમાં જ નવકારમંત્ર દ્વારા મંગળાચરણ કરી રાજ્યના કારભારની શરૂઆત કરવામાં આવતી હતી. એ ખારવેલ ચક્રવર્તીને નવકારમંત્ર ઉપર અપૂર્વ આસ્થા હતી. દેઢ શ્રદ્ધા હતી અને અપૂર્વ વિશ્વાસ હતે. પાટણમાં સંપ્રતિ રાજાના પછી પુષ્પદંત રાજા રાજગાદી પર આવ્યા હતા. તેણે સંપ્રતિ મહારાજાએ બંધાવેલા જિનમંદિરોને તેડવાનું કામ કર્યું. જેને ઉપર એ ભારે ઉપદ્રવ કરવા લાગે. જૈનસંઘને હેરાન કરવામાં બાકી ન રાખી, ત્યાર જેનેએ કલિંગદેશના મહારાજા ખારવેલ ચક્રવર્તીને આ વાતની જાણ કરવામાં આવી.
એ ખારવેલ ચકવર્તી સમકિત દષ્ટિ હતા. આજે પણ એ વાતની સાક્ષી પૂરતા શિલાલેખો મળી આવે છે. એ ખારવેલ ચકવર્તીએ વિપુલસેના લઈને પુછપરંતરાજા ઉપર ચઢાઈ કરી, પરસ્પર ભારે યુદ્ધ થયું અને અંતે પુષ્પદંત હારી ગયે, અને એને પકડીને કેદ કરવામાં આવ્યું.
છેવટે પુષ્પદંતે માફી માંગી. એટલે ખારવેલે તેને માફી આપી મુક્ત કર્યો. મુક્ત કર્યા પછી પણ એણે પુનઃ ઉપદ્રવ કરવા માંડશે. જનતાએ પુનઃ ખારવેલને જાણ કરી અને ફરીવાર પુષ્પદંત સાથે ખારવેલે લડાઈ કરી. યુદ્ધમાં પુનઃ પુષ્પદંત હારી ગયે, તેને પકડવામાં આવ્યું. તેણે ફરી માફી માંગી અને ખાત્રી આપી કે હવેથી હું ઉપદ્રવ નહિ કરું ! ત્યારે ફરીવાર પણ પરમ શ્રાવક ખારવેલે તેને છેડી મૂકે. માં