________________
વ્યાખ્યાન ઓગણીશમું મૈત્રીના કારણે અવધિજ્ઞાની ગજરાજે તપન રાજા પાસે આવીને બંધ પમાડ્યો અને વામને ગોત્રમદ અને મુનિશ્રીના મલીન અંગોપાંગ નિહાળી ઘણા કરી હતી તેથી તે બીજા ભવમાં વામન બચે.
રામને આત્મા હાથી બન્યું છે. જેણે મશ્કરીમાં કહ્યું હતું કે મને તત્કાળ ફળ મળ્યું અને હું પશુ બને તે જ રામ એ કર્મના પ્રભાવે હસ્તિરત્ન બને છે એ જ હરિત્નને લઈને ધનાવહ શ્રેણી પદ્મપુર નગરમાં તપન રાજાની રાજસભામાં આવે છે. ધનાવહ શ્રેષ્ઠીએ કહ્યું રાજ! આ ગજરાજ અનેક લક્ષણેથી યુક્ત છે. હાથીના લક્ષણોના જ્ઞાનમાં નિષ્ણાંત મહાનુભાવોનું કહેવું છે, કે–મહાન પુણ્યનો ઉદય હોય ત્યારે જ આવા પુણ્યશાળી અને શ્રેષ્ઠ હસ્તિરત્નની પ્રાપ્તિ થાય છે.
હાથીની આવી અદ્દભૂત કથા સાંભળી રાજા તપન સિંહાસનથી ઉભું થાય છે અને ગજરાજની સંમુખ જાય છે. તપના રાજાને જોતાં જ મેઘાડંબરને નિહાળી મયૂર જેમ નૃત્ય કરવા મંડી પડે તેમ આ હસ્તિરત્ન પણ તપન રાજાને નિહાળી અત્યંત પ્રમુદિત બની મેઘમંજુલ ધ્વનિથી ગરવ કરવા લાગ્યા.
આ હસ્તિનને નિહાળતાં જ તપન રાજાના માંચ ખડા થઈ ગયા. અત્યંત પ્રમુદિત બનેલા નૃપતિ હાથીના અંગે પાંગ નિહાળી અને મનમાં વિચારે છે કે સાચે જ આ હસ્તિત્વ અનેક શ્રેષ્ઠ લક્ષણેથી યુક્ત છે. ભાગ્યદય હોય ત્યારે જ આવા પુણ્યશાળી હસ્તિરત્નની પ્રાપ્તિ થાય છે.
ત્યાર બાદ તપન રાજા અત્યંત ખૂશી થઈ હાથીને લાવનાર ધનાવહ શ્રેણીનું ખૂબ સન્માન કરે છે.