________________
ધમ તવ પ્રકાશ
શ્રી તીર્થકર દે ચાર જ્ઞાનના ધણી હોવા છતાં દેવે , અને દેવેન્દ્રોથી પૂજાવા છતાં અવશ્ય એ જ ભાવમાં મુક્તિ પામવાના હેવા છતાં જ્ઞાનથી આ પ્રમાણે જાણવા છતાં આત્મસાધનામાં વીર્યને ફેરવે છે, શક્તિને છૂપાવ્યા વગર સતત અવિરત આરાધનામાં ઉદ્યમવંત રહે છે તે આપણે આત્મસાધનાથે કે ઉદ્યમ અને પુરુષાર્થ કર જોઈએ તે સહેજે સમજી શકાય તેમ છે. માટે ગણધર ભગવાન સુધમાં સ્વામી આચારાંગ સૂત્રમાં ફરમાવે છે કે –
“વળ કાળા વંહિg” ક્ષણ-સમયને જે ઓળખે એનું નામ પંડિત. આ અમૂલ્ય અને કિંમતી સમયને આપણે કે દુરુપયેગ કરી રહ્યા છીએ, તે આપણને જરાય દુખ થતું નથી. પણ હે ચેતન ! ગયેલી ક્ષણ, વીતેલે સમય ફરી પાછો આવવાને નથી. આત્માને ભાન નથી. એ મોહના નશામાં બેભાન બની, ભાન ભૂલી દુખના ઝુલે ઝુલી રહ્યો છે, પણ મહાન પુણ્યના ઉદયે લક્ષ ચોરાશી નિમાં પરિભ્રમણ કરી-આત્માએ આ અમૂલ્ય માનવનો દેહ મેળવ્યા છે. એને જે આપણે ક્ષણિક સુખમાં, ક્ષણિક પ્રભને માં, એશ આરામ-અમનચમન અને મોજશોખમાં વેડફી નાંખીશું તે અહીંથી ક્યાં જઈને અટકાઈશું તે કહી શકાય તેમ નથી. દુર્ગતિના ધામમાં આત્માને દુઃખી દુઃખી થવું પડશે. ધર્મની આરાધનાના અભાવે આ આત્મા અનંતકાળથી દુઃખી દુઃખી થઈ રહ્યો છે.
देवेंदचकट्टित्तणाई मोत्तुं च तित्थयरभाव । अणगारभाविता वि यसव्वे जीवा अगंतसो ॥