________________
હમ તત્વ પ્રકારે મનન કરવું, અપેક્ષા કરવી, સમ્યજ્ઞાનને પ્રચાર કરે, પ્રચાર કરનારને સહાયક થવું, જે જે સાધુ ભગવંતે-ગુરુ મહારાજા શાસ્ત્રશૈલી મુજબ સિદ્ધાન્તની પ્રણાલિકા મુજબ શુદ્ધ પ્રરૂપણ કરતા હોય તેવા ગુરુદેવના વ્યાખ્યાન યોજવા, એમાં અન્યને રસ લેતા કરવા, લેકે વિપુલ પ્રમાણમાં શ્રવણ કરે તેવી રીતે પ્રચાર કરે, શ્રોતાઓનું બહુમાન કરવું, એમને આદરપૂર્વક બેસાડવા અન્ય લેકની ધર્મભાવના કેમ વધે તેવું વલણ ધરાવવું. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનની વિધિનાથી દૂર રહેવું. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની આશાતનાથી ભયંકર જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે.
આ પ્રમાણે સમ્યજ્ઞાનની વૃદ્ધિ, રક્ષણ, પિષણ અને પ્રચાર થાય તે પ્રયત્ન તથા તેવા સાધને ઉભા કરવા. આગમશાસ્ત્રો ને સિદ્ધાન્ત મુજબની શિલીથી લખેલા પુસ્તકોને પ્રચાર કરો. આ પ્રમાણે સમ્યજ્ઞાનની આરાધના કરનારા આત્માઓ આરાધક બને છે. ભવિષ્યમાં જ્ઞાનાવરણીયકમના આવરણ દૂર થઈ ધીમે ધીમે નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને અંતે આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, પરમાત્મા બને છે, સર્વજ્ઞ, સર્વદશી અને સર્વશક્તિમાન બને છે. ચારિત્રની આરાધના
ચારિત્રની આરાધના માટે ચારિત્રની આરાધના કરનારા મહામુનિવરોની સેવા-શુશ્રુષા કરવી, આરાધનામાં સહાયક થવું, ધાર્મિક અનુષ્ઠાન કરવા, બીજાને કરાવવા અને કરનારની અનુમદના કરવી, દષ્ટિને ત્યાગ કરી શુદ્ધ બુદ્ધિથી આરાધા