Book Title: Dharm Tattva Prakash
Author(s): Vijaylakshmansuri
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 381
________________ ૫ લવ પકાશ તપે ત્યાગમાં લીન બની સ્વ૫ર કલ્યાણની જેવી ઉત્તમ સાધના થાય છે તેવી અંશે પણ ગૃહસ્થાવાસમાં થતી નથી. જેઓ ગૃહસ્થના વેશમાં કેવળજ્ઞાન પામીને ગૃહીલિંગ સિદ્ધ થયા છે, તે પણ ચારિત્રની ભાવનાએ સિદ્ધ થયા છે. પણ ગૃહસ્થાવાસનાં પિષણની ભાવનાએ કઈ સિત થયું નથી, થતા નથી અને થશે પણ નહિ. ભૂતકાળમાં આ પવિત્ર ચારિત્રમાર્ગની આરાધના કરીને અનંત આત્માઓ આ સંસાર સમુદ્રથી તરી ગયા, સંખ્યાતા. આત્માએ વર્તમાનકાળે તરી રહ્યા છે અને અનતા આત્માએ ભવિષ્યમાં તરી જશે. માટે આ દીક્ષા જેવા પરમ પવિત્ર માગ માં ભૂલેચૂકે પણ જાણે-અજાણે પણ આપણે આત્મા અંતરાયક ન બને એને પૂરો ખ્યાલ રાખવાને છે. , લાડવા ખાવાની ભાવનાથી ભિક્ષુકે દીક્ષા લીધી હતી અને પૂજનીય શ્રી આર્ય સુહસ્તિસૂરિજી મહારાજે દીક્ષા આપી હતી. એક જ દિવસમાં ચારિત્રની આરાધનાથી એ ભિક્ષુકને આત્મા બીજા ભવે સંપ્રતિરાજા બને છે. કે ચારિત્રને અપૂર્વ પ્રભાવ છે. ચોથા શ્રી સમવાયાંગ સૂત્રમાં મિહનીયકર્મ બાંધવાના ૩૦ સ્થાને બતાવવામાં આવ્યા છે તેમાં એક એ પણ છે કેચારિત્ર લેનારને વિદન કરનાર અને અંતરાય કરનાર આત્મા પ્રબળ મેહનીય કર્મને બાંધે છે. બિચારા કેટલાક આત્માઓ મોહ અને અજ્ઞાનવશ એકદમ સમજ્યા વગર બોલી ઉઠે છે કે દીક્ષામાં શું છે? ઘર બેઠા શું ધર્મ ન થાય? આ કાળમાં કેણ શુદ્ધ ચારિત્ર

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386