________________
વ્યાખ્યાન વીશ આત્માને ઉલ્લાસ કેમ વધે તેવી પ્રવૃત્તિ કરવી, સર્વવિરતિ લેવાની ભાવનાવાળાની ભાવના કેમ વધે. એની ભાવનાને ધક્કો ન પહોંચે એ રીતે એને સહાયક થવું, પણ અંતરાય ન કરે, ચારિત્ર લેનારને, અંતરાય કરનારને શાસ્ત્રકારો કહે છે કે-ઋષિમુનિની હત્યા કરવામાં જે પાપ લાગે તેટલું પાપ અંતરાય કરનારને લાગે છે. એવા આત્માને ભવાંતરમાં ચારિત્ર ઉદયમાં આવતું નથી, મતલબ ચારિત્ર લેવાને ઉત્સુક મુમુક્ષુ આત્માને ચારિત્રની ભાવનાથી પાડવામાં મહાપાપનો બંધ થાય છે.
જૈનશાસનના રહસ્યને નહિ સમજનાર એવા અનેક આત્માઓ આજે મોહ યા અજ્ઞાનતાના કારણે કોઇ ભવ્યાત્મા ચારિત્ર લેવાની ભાવના પ્રકટ કરે કે તરત જ તેમા પત્થર નાખવા તૈયાર થાય છે. તેઓ બોલી ઉઠે છે કે-શું ઘેર બેઠા ષમ નથી થતું? પણ ભલાને પૂછેને કે જે ઘર બેઠા કમ થતે હેત તે તે જ ભવે મોક્ષે જવાના છે એમ નિશ્ચિત જ્ઞાનથી જાણવા છતાં આપણું પરમોપકારી શ્રી તીર્થકર દે શા માટે ગૃહવાસને ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કરે છે? શા માટે તપ જપ આદરે છે? ઉગ્ર પરીષહ અને ઉપસર્ગો સહન કેમ કરે છે? એજ વસ્તુ આપણને બતાવી આપે છે કે ગૃહસ્થાવસ્થામાં કલ્યાણ નથી પણ સંસારનો ત્યાગ કરી ગુરુકુલવાસમાં રહી ચારિત્રની આરાધના કરવામાં કલ્યાણ છે.
સંસારી આત્માઓને ડગલે ને પગલે હિંસાદિ લાગે છે, ત્યારે સંયમી જીવનમાં ષડુ જીવનિકાયની રક્ષા દ્વારા, અહિંસાદિ વ્રતના પાલન દ્વારા, શાસ્ત્ર-સિદ્ધાંતના પઠન-પાઠન દ્વારા અને.