________________
w
હમ તત્વ પ્રકાશ મધ, વિષય, કષાય નિદ્રા અને વિકથા આ પાંચ પ્રમાદમાં આસક્ત બની આત્મા અનંતકાળ આ સંસારમાં રખડે છે. સામાન્ય ની વાત જવા દે અને ચૌદ જેવા મહાજ્ઞાનીઓ પણ આ પ્રમાદને વશ પડી નિગદમાં ચાલ્યા ગયા તે બીજા જેનું તે પૂછવું જ શું? એ જ વાત નિમ્ન ગાથામાં જ્ઞાનીએ રજૂ કરે છે –
जई चउदसपुव्वधरौ वसई निगोये अणंतयंकालं । निहाए पमायाए ता होहिसि कई तमं जीव !॥ માટે જ પુખરવરદી સૂત્રમાં સૂત્રકાર આપણને ચેતવને સૂર ગાજતે કરી જાગૃત કરે છે કે
છે રેર-શાળા-- -nળ ગણ |
धम्मस्स सारमुवलब्भ करे करे पमायं ॥ દેવ દાનવ અને નરેન્દ્રોથી પૂજાયલા એવા ધર્મના સારને પામીને કોણ પ્રમાદ કરે ! ભગવાન મહાવીરદેવ શ્રી ગૌતમ સ્વામી ભગવાનને ઉદ્દેશીને ફરમાવે છે કે-ગાયમા! સમયમાં પમાય એ હે ગૌતમ! એક સમયને પણ તું પ્રમાદ ન કરીશ. ગૌતમસ્વામી ભગવાન એટલે ઉત્કટ ત્યાગી અને ઉત્કટ તપસ્વી, કાચી બે ઘડીમાં દ્વાદશાંગીની રચના કરનારા, વજ ઋષભનારાચસંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાનના ધારક જગતમાં રૂપમાં બીજા નંબરે, એમને હાથ જેના ઉપર પડે તેને કેવળજ્ઞાન થાય એવા મહાનલબ્લિનિધાન, ચાર જ્ઞાનનાં ધણી, દીક્ષા લીધા પછી યાજજીવ છઠના પારણે છઠની તપશ્રય આદરનારા આવા ઉચ્ચ અને આદર્શ મહાત્માને પણ