________________
ધર્મ તત્વ પ્રકાશ ઘોર દુઃખ પામવા પડે છે. માટે પરસ્ત્રીને તે ત્યાગ જ હવે જોઈએ.
તેમ જ અનિતિ કરવી નહિ, અનીતિનું ધન પેટમાં પડ વાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, અનીતિનું ધન ટકતું નથી અને ખેટે રસ્તે તેને વ્યય થાય છે. ચિત્ત ચંચળ અને અસ્થિર બને છે. માળા ફેરવવામાં મન સ્થિર રહેતુ નથી, ઉલટી બુદ્ધિ સૂઝે છે, ધર્મભાવના બગડે છે, ધર્મકિયામાં જોઈએ તે રસ આવતું નથી. શાસ્ત્રોમાં પુણીયા શ્રાવકનું વર્ણન આવે છે, તેઓ એક વખત સામાયિક કરવા બેઠા હતા ત્યારે તેમનું મન અસ્થિર બન્યું, સામાયિકમાં ચિત્ત ચોંટતું નહતુ ત્યારે તેમણે વિચાર કર્યો કે કેમ આમ બને છે? જરૂર કંઈક અનીતિ થઈ હોવી જોઈએ નહિતર આમ બને નહિ. પિતે ખૂબ વિચાર કર્યો છતાં કઈ ભૂલ જડી નહિ ત્યારે તેમણે પિતાની પત્નીને પૂછ્યું કે આજ કંઈ તારાથી ભૂલ થઈ છે? ત્યારે તેમની પત્નીએ જવાબ આપે સ્વામીનાથ ! બીજું તે કંઈ પણ નહિ પણ આપણે ત્યાં છાણ ખૂટી ગયા હતા, તેથી પાડોશીને ત્યાંથી તેમને પૂછયા વગર જ છાણ લીધા હતા. ત્યારે પુણીયા શ્રાવકે કહ્યું-એ તે ઠીક ન કર્યું. પૂછ્યા વગર પારકાની વસ્તુ લેવી એ એક પ્રકારની ચોરી કહેવાય અને એ છાણા દ્વારા રાઈ બનાવી અને એ રઈ મેં વાપરી એટલે આજે મારૂં ચિત્ત સામાયિકમાં ન લાગ્યું. એટલે તે વખતે તેને તેણે ઠપકો આપે. ત્યારે તેણીએ ભૂલ કબૂલ કરી અને કહ્યું કે, સ્વામી. નાથ! હવેથી હું તેમ નહિ કરું ! .', ' અહીં આ આપણને આ વાતથી ખૂબ જ સમજવાનું મળે