Book Title: Dharm Tattva Prakash
Author(s): Vijaylakshmansuri
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 375
________________ અમે તત્ય પ્રકા બનશે. માટે આવી ધર્મારાધનની સુંદર તક હાથમાંથી ન ચાલી જાય તે પહેલા આત્માએ આત્માને ઓળખી, દેવ-ગુરુ અને ધમને પીછાણી, રત્નત્રયીની આરાધનામાં તત્પર બનવાનું છે. દેવ-ગુરુ અને ધર્મ એ તત્વવયીમાં પ્રથમ દેવ પદ છે. એ દેવપદમાં અરિહંતદેવ અને સિદ્ધ પરમાત્માને સમાવેશ થાય છે. એ દેવપડની એટલે પરમાત્મપદની આરાધના કેવી રીતે કરવી જોઈએ તેને માટે યુગાદિ દેશનામાં ગ્રન્થકાર જણાવે છે કે– पुष्पाद्यर्षा तदाज्ञा च तद्रव्यपरिरक्षणम् । महोत्सवा तीर्थयात्रा व भक्ति. पंचविधा जिने । (૧) પુષ્પાદિથી પૂજા કરવી એટલે અષ્ટપ્રકારી પૂજા કરવી. (૨) પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું એટલે એમનાં ઉપદે શને જીવનમાં ઉતાર. (૩) દેવદ્રવ્યનું રક્ષણ કરવું. (૪) મહોત્સવ ઉજવવા અને (૫) તીર્થયાત્રા કરવી. આ રીતે શ્રી જિનેશ્વરદેવની પાંચ પ્રકારે ભક્તિ કરી જીવન ઉજજવળ કરવું. પરમાત્માની પૂજા કરતાં પહેલા આપણા કપાળમાં તિલક કરીએ છીએ એ તિલક દ્વારા એમ સૂચવવામાં આવે છે કે હે પ્રભો! તારી આજ્ઞાને શિરસાવધ કરી યાને મસ્તક પર ચઢાવી પછી હું તમારી પૂજા કરું છું. આ વાતમાં કેવું સુંદર રહસ્ય છુપાયેલું છે. પરમાત્માની કેસર-ચંદન-પુષ્પ-ધૂપ-દીપ આદિ વિવિધ સામગ્રી દ્વારા પૂજા-અર્ચા કરવા છતાં જે પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં આવે તે વાસ્તવમાં ચંદનાદિથી કરેલી પૂજા એ પૂજા નથી માટે જ કહ્યું છે કે

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386