________________
વ્યાખ્યાન વીશકું છે કે–સામાન્ય અનીતિ થઈ જવાથી પણ સામાયિકમાં પુણીયા શ્રાવકનું દિલ ન ચુંટયું તરત જ એની નજર અનીતિ પર ગઈ કે જરૂર કંઈક અનીતિ થઈ ગઈ લાગે છે. કારણ કે એ વાત પ્રસિદ્ધ છે કે અનીતિનું ધન પેટમાં પડે તે જરૂરી બુદ્ધિ બગડે. ધર્મકર્મમાં ચિત્ત સ્થિર ન રહે અને કાયા અપવિત્ર બને છે. માટે અનીતિ અને અપ્રમાણિકતાથી દૂર રહેવું અને નીતિમાન બનવું એનું નામ કાયશુદ્ધિ છે.
આ પ્રમાણે આત્મા જયારે સિદ્ધાંત મુજબ આરાધના કરે છે, શુદ્ધ ભાવથી અને ક્રિયાના સતત અભ્યાસથી મન સ્થિર થવા માંડે છે, ધીરે ધીરે ક્રિયામાં પ્રેમ અને ઉલ્લાસ વધે છે, ઉત્સાહ અને રસ આવે છે. આ રીતે ઉત્સાહ અને ઉલ્લાસથી કિયા કરતાં રસ વધતાં મન એમાં લીન બને છે, અત્યંત સ્થિર અને ત્યારે એ ધર્મની આરાધના તત્કાળ ફળે છે, અને મહાન ફળ આપે છે. કેની આરાધના ?
જન્મ જન્મમાં બિરા છોકરા અને પરિવારની સેવા કરી પણ શુદ્ધ ભાવે દેવ-ગુરુ અને ધર્મની આરાધના કરી નહિ તેથી જ આપણે આત્મા આ સંસારમાં અનાદિ કાળથી આથડી રહ્યો છે. હજી પણ સમજીને અમૂલ્ય માનવદેહ મેળવીને દેવ-ગુરુ અને ધર્મની ઉમદા સામગ્રીને પ્રાપ્ત કરીને પણ જે આળસ અને પ્રમાદમાં મળેલ અણમોલ તકને એળે ગુમાવી દઈશું તે ૮૪ લાખ એનિના ચક્કરમાં પડવું પડશે. "पुनरपि जनन पुनरपि मरणं पुनरपि जननीजठरे शयन" २७