________________
પાઠાન બાગાણીશમુ.
રાજન્ ! આ બધા પ્રતાપ અને પ્રભાવ તારો છે. તું મારો હવામી છે અને તું મારા ગુરુ પણ છે. હું જ્યારે તારે ત્યાં હાથી રૂપે હતું ત્યારે તે મારું ખૂબ પ્રેમથી પિષણ કર્યું હતું અને અંતે સુંદર આરાધના કરાવી છે. જે તે મને નવકાર મંત્ર સંભળાવ્યા ન હતા અને આરાધના ન કરાવી હોત તે મારી શી વલે થાત ! અસંખ્યાત વર્ષો સુધી નારકીની તીવ્ર યાતનાઓનો ભોગ બનત! માટે હે રાજન! તારા ઉપ કારને બદલે વાળ્યો વળે તેમ નથી, તું મારો ગુરુ છે અને ગુરુનાં દર્શન ખાલી હાથે થાય નહિ માટે હું તને આ દિવ્ય ફળ આપું છું. તું તેનું તરતજ ભક્ષણ કર ! જેથી તારું પાંગળા પણું સત્વર દૂર થઈ જશે. અપૂવ ટેક
હાથીના રૂપમાં આવેલા દેવતાએ જ્યારે રાત્રે ફળ ખાવાની પ્રેરણા કરી તે જ વખતે પુણ્યાય રાજા બોલી ઉઠયા અનેરા ગજરાજ! તમે આ શું બોલે છે ? તમારા જેવો વિવેકી દેવ મને રાત્રે ભોજન કરવાની પ્રેરણા કરે! મહા આશ્ચર્ય! પણ ગજરાજ! શરીર સારું થાય કે ન થાય પ્રાણ ભલે જાય પણ કદી જ રાત્રે ભજન નહિ કરું! આ મારા દઢ નિર્ણય છે.
રાત્રિભોજનને આદર કરતા અને રાત્રિભોજનનો ત્યાગ કરતા હંસ અને કેશવની જેમ અનેક આપત્તિઓ અને વિપુલ સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે હંસને વિપત્તિ અને કેશવને સંપત્તિ મળી, આ પ્રમાણે ગુરુમુખથી સાંભળ્યા પછી હે દેવ ! હું રાત્રિભોજન કરું? ફળ ખાઉં? હરગીઝ નહિ.